આહાર અને સ્વાસ્થ્ય

તમે જે કંઈ ખાઓ તે તમારે પ્રથમ ઈશ્વરને અર્પણ કરવું જોઈએ; તમારે અપ્રસાદી અન્ન ન લેવું જોઈએ. તમે જે જાતનો ખોરાક લેશો તેવું તમારું લોહીનું બંધારણ થશે. જો તમે ઈશ્વરાર્પણ કરેલ ભોજન લેશો તો તમારું લોહી અને તમારું મન પવિત્ર બનશે. તમને શક્તિનો અનુભવ થશે. જો તમારું મન પવિત્ર રહેશે, તો તમારી શ્રદ્ધા અને પ્રેમ પણ પવિત્ર બનશે.

ઠાકુરે એક વાત ઉપર ખાસ ઘ્યાન આપ્યું હતું, તેનો એક જ નિયમ હતો, મરણોાર ક્રિયાઓ સમયનું જમણ તેઓ કદી જમતા નહિ. તેનાથી મનુષ્યની ભક્તિને નુકસાન પહોંચે છે, તેમ તેઓ કહેતા. નહિતર તમારો ખોરાક માનસિક રીતે અર્પણ કરો અને જમો.

જમવાનું આવે ત્યારે મનમાં કહો કે ઈશ્વરે જે આપ્યું છે તે જમું છું. તેમાં નુકસાન નથી.

ભૂખનું દુઃખ કાંઈ કમ છે!

આખા દિવસના પરિશ્રમ બાદ, જો કોઈ થોડી મીઠાઈ સાથે થોડું પાણી પીએ તો માણસને બહુ તાજગી લાગે. પછી જપ, ધ્યાન કે કોઈ પણ કાર્યમાં મન સહેલાઈથી પરોવાઈ જાય.

ઠાકુર એક કહેવત ટાંકીને કહેતા ‘ખાવાનું ગરમ અને સૂવાની પથારી નરમ’.

બેટા, તું ખૂબ વ્રતવરતોળાં કરે છે. હવે એ ન કરીશ, એમ તને કહું છું. તારું શરીર લાકડું થઈ ગયું છે. તારી તબિયત બગડી જશે તો તું સાધના શી રીતે કરી શકીશ?

તેલના વપરાશથી શરીર ઠંડું રહે છે.

ઠાકુર મને કહેતાઃ ‘રોજ થોડું ચાલવાનું રાખવું, નહિ તો તમારી તબિયત સારી નહિ રહે.’

સાબુદાણા ખાજે. એને લીધે શરીરમાં ઠંડક રહેશે.

ખાઈ-પીને શરીરને ઠંડું રાખી પછી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ.

પ્રસાદ હોય તો પાંચ વાર ખાવામાં પણ દોષ નહિ. પ્રસાદની તુલના સાધારણ ખોરાક સાથે ન થઈ શકે.

જેનું જે ખાદ્ય હોય તેને તે આપવું જોઈએ. માણસ જે ખાય તે ગાયને ન આપવું જોઈએ. જે ગાય ખાય તે કૂતરાંને ન આપવું જોઈએ. જે ગાય કે કૂતરાં ન ખાય તે તળાવમાં ફેંકી દેવું જેથી માછલીઓ ખાઈ શકે. પણ કોઈ વસ્તુનો બગાડ ન થવો જોઈએ.

ઘૃણાથી પીરસાય તો જમનારને જમવામાં શો આનંદ આવે?

બેટા! માણસે પોતાની તંદુરસ્તીની સંભાળ રાખવી જોઈએ.

(યોગ) આસનો વિશે માએ કહ્યું હતુંઃ ‘આસનો કરતાં પૂરા સચેત રહેવું સારું. લાંબો સમય એ કરતા રહો તો શરીર ઉપર ધ્યાન જાય ને એ છોડી દો તો તબિયત બગડે. એ માટે વિવેક વાપરવો.’

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories