कुर्मस्तारकचर्वणं त्रिभुवनमुत्पाटयामो बलात् ।

किं मो न विजानास्यस्मान् रामकृष्णदासा वयम् ।।

આપણે તારાઓનો ચૂરો કરી નાખીશું. જગતને બળપૂર્વક ઉખેડી નાખીશું. તમે નથી જાણતા કે આપણે કોણ છીએ ? આપણે શ્રીરામકૃષ્ણદેવના દાસ છીએ.

क्षीणः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना

नास्तिक्यन्त्विदन्तु अहह देहात्मवादातुराः ।

प्राप्ताः स्म वीरा गतभया अभयं प्रतिष्ठां यदा

आस्तिक्यन्त्विदन्तु चिनुमः रामकृष्णदासा वयम् ।।

જેઓ પોતાને શરીર માને છે તેવા મૂર્ખ લોકો જ આર્ત રુદન કરે છે કે, ‘અમે દુર્બળ છીએ, અમે દીન છીએ,’ આ બધી નાસ્તિકતા છે. હવે અમે નિર્ભય સ્થિતિ પ્રાપ્ત કરી છે; હવે અમે ડરશું નહીં અને વીર બનશું. આ જ ખરી આસ્તિકતા છે અને શ્રીરામકૃષ્ણદેવના દાસ એવા અમે તે જ પસંદ કરીશું.

पीत्वा पीत्वा परमममृतं वीतसंसाररागाः

हित्वा हित्वा सकलकलहप्रापिणीं स्वार्थ बुद्धिम् ।

ध्यात्वा ध्यात्वा गुरुवरपदं सर्वकल्याणरूपम्

नत्वा नत्वा सकलभुवनं पातुमामन्त्रयामः ।।

સંસારનાં બંધન છોડી દઈને પરમ અમૃતનું પાન કરીને, બધા કજિયાની જનેતા એવી સ્વાર્થબુદ્ધિને ત્યજી દઈને અને બધાં કલ્યાણરૂપ આપણા શ્રીગુરુ મહારાજના ચરણનું ધ્યાન કરીને, વારંવાર પ્રણામ સાથે અમે આખા જગતને આ અમૃત પીવા આમંત્રણ આપીએ છીએ.

प्राप्तं यद्वै त्वनादिनिधनं वेदोदधि मथित्वा

दत्तं यस्य प्रकरणे हरिहरब्रह्मादिदेवैर्बलम् ।

पूर्ण यतु प्राणसारैर्भौ मनारायणानां

रामकृष्णस्तनुं धत्ते तत्पूर्णपात्रमिदं भोः ।।

આ અમૃત વેદોના અનંત સાગરને વલોવીને મેળવ્યું છે; તેમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને બીજા દેવોએ પોતાનું બળ ઉમેર્યું છે; તે પૃથ્વી પરના અવતારોના જીવનસત્ત્વથી ભરપૂર બન્યું છે. આવા અમૃતના ભરેલ પૂર્ણ પાત્રને શ્રીરામકૃષ્ણદેવ પોતાના દેહમાં ધારણ કરે છે.

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 8, પૃ. 313-314)

Total Views: 557

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.