आत्मानँरथिनं विद्धि शरीरंरथमेव तु ।
बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ।।

હે નચિકેતા! તમે જીવાત્માને રથી અર્થાત્ રથનો સ્વામી જાણો; શરીરને જ રથ માનો તથા બુદ્ધિને સારથિ જાણો અને મનને લગામ સમજો.

इन्द्रियाणि हयानाहुर्विषयाँस्तेषु गोचरान् ।
आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः ।।

વિવેકી પુરુષ ઇન્દ્રિયોને ઘોડારૂપે જણાવે છે ને તેમની ઘોડારૂપે કલ્પના કરવામાં આવતાં વિષયોને તેમના માર્ગ હોવાનું કહે છે ને શરીર, ઇન્દ્રિય તેમ જ મનથી યુક્ત આત્માને ભોક્તા કહે છે.

यस्त्वविज्ञानवान् भवत्ययुक्तेन मनसा सदा ।
तस्येन्द्रियाण्यवश्यानि दुष्टाश्वा इव सारथेः ।।

પરંતુ જે (બુદ્ધિરૂપી સારથિ) હંમેશાં અવિવેકી અને અવશ ચિત્તવાળો અર્થાત્ ચંચળ મનવાળો રહે છે તેને આધીન ઇન્દ્રિયો રહેતી નથી. દુષ્ટ ઘોડાઓ જેમ અસાવધાન સારથિને આધીન રહેતા નથી તેમ ઇન્દ્રિયરૂપી ગોડાઓ પણ અસંયત ચિત્તવાળાના કબજામાં રહેતા નથી.

यस्तु विज्ञानवान्भवति युक्तेन मनसा सदा ।
तस्येन्द्रियाणि वश्यानि सदश्वा इव सारथेः ।।

પરંતુ જે (બુદ્ધિરૂપી સારથિ) કુશળ અને વિવેકયુક્ત બુદ્ધિવાળો અને સ્વાધીન મનવાળો રહે છે, તેની ઇન્દ્રિયો સાવધાન સારથિના સારા ઘોડાઓની પેઠે વશમાં રહે છે.

यस्त्वविज्ञानवान्भवत्यमनस्कः सदाऽशुचिः ।
न स तत्पदमाप्नोति सँसारं चाधिगच्छति ।।

પરંતુ જે મનુષ્ય વિવેકહીન બુદ્ધિવાળો અને અવશ મનવાળો થઈ હંમેશાં અપવિત્ર રહે છે, તે મનુષ્ય તે પરમ પદને મેળવી શકતો નથી. પણ વારંવાર જન્મમૃત્યુરૂપ સંસારચક્રમાં જ ભટક્યા કરે છે.

(કઠોપનિષદ 1/3/3થી 7)

Total Views: 496

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.