अंगुष्ठमात्रः पुरुषोऽन्तरात्मा सदा जनानां हृदये संनिविष्टः ।
हृदा मन्वीशो मनसाऽभिक्लृप्तो य एद्विदुरमृतास्ते भवन्ति ।।13।।

सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् ।
स भूमिं विश्वतो वृत्वाऽत्यतिष्ठद्दशांगुलम् ।।14।।

पुरुष ऐवेदँसर्वं यद्भूतं यच्च भव्यम् ।
उतामृतत्वस्येशानो यदन्रेनातिरोहति ।।15।।

सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् ।
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ।।16।।

सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् ।
सर्वस्य प्रभुमीशानं सर्वस्य शरणं बृहत् ।।17

અંગુઠાના માપનો અંતર્યામી પુરુષ હંમેશ જીવોના હૃદયમાં રહેલો છે અને તે હૃદય, બુદ્ધિ અને મન વડે જાણી શકાય છે. જેઓ તેને જાણે છે, તેઓ અમર બને છે. એ પુરુષ હજાર માથાંવાળો, હજાર આંખવાળો અને હજાર પગવાળો છે. તે સર્વ બાજુએથી પૃથ્વીને વીંટાઈ વળીને તેનાથી અનંત અપાર ફેલાઈ રહ્યો છે. જે આ જગત થયેલું છે, તેમ જ હવે પછી થવાનું છે, તે બધુંય તેમ જ જે અન્નમાંથી ઉત્પન્ન થાય છે, તે સર્વ આ પુરુષ જ છે. તે જ અમરપણાનો પ્રભુ (નિયમન કરનારો) છે. તે સર્વ તરફ હાથ-પગવાળું, સર્વ તરફ આંખ, માથા અને મુખવાળું અને સર્વ તરફ કાનવાળું છે અને જગતમાં સર્વને વ્યાપીને રહેલું (તત્ત્વ) છે. તે બધી ઇન્દ્રિયોના ગુણોને પ્રગટ કરનારું છે, છતાં બધી ઇન્દ્રિયોથી પર છે. તે જ સર્વનો પ્રભુ અને ઈશ્વર છે અને સર્વનું મોટું શરણ છે.

(શ્વેતાશ્વતર ઉપનિષદ્ 3/13-17)

Total Views: 458

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.