મહારાષ્ટ્ર

રામકૃષ્ણ મિશનના મુંબઈ કેન્દ્ર તરફથી રાયગઢ જિલ્લાના અલીબાગ તાલુકાનાં પૂર-વાવાઝોડા-ગ્રસ્ત ચાર ગામોનાં 163 કુટુંબોને 163 નંગ ધાબળા અને 163 નંગ પ્લાસ્ટીકની ચાદરોનું વિતરણ કરવામાં આવ્યું. તેમ જ રાયગઢ જિલ્લાના સુધાગઢ તાલુકાની આઠ શાળાના 1039 છાત્રોને 7272 નોટબૂકોનું પણ વિતરણ કરવામાં આવ્યું.

અરુણાચલ પ્રદેશ

રામકૃષ્મ મિશનના આલોંગ કેન્દ્ર તરફથી પશ્ચિમ સિયાંગ જિલ્લાના બસર મંડલ નીચેના બામ ગામમાં અગ્નિકાંડથી ગ્રસ્ત 46 કુંટુંબોને 322 નંગ વાસણો, 384 નંગ કપડાં, 160 કિ.ગ્રામ મીઠું અને 420 બિસ્કીટનાં પૅકેટો વહેંચવામાં આવ્યાં.

તામિલનાડુ

રામકૃષ્ણ મઠના સાલેમ કેન્દ્રના ઉપક્રમે બહેનો માટેના એક યુવ-સંમેલનનું તા. 24 સપ્ટેમ્બર 1989ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આશરે 300 બહેનોએ ભાગ લીધો હતો. એ પ્રસંગે શાળામાં ભણતી 28 ગરીબ કન્યાઓને નિઃશુલ્ક ગણવેશ આપવામાં આવ્યો હતો.

રામકૃષ્ણ મઠ, મદ્રાસ તરફથી શારદા વિદ્યાલયના પટાંગણમાં એક સાંસ્કૃતિક પુસ્તકમેળાનું આયોજન તા. 30 સપ્ટેમ્બર થી 9 ઑક્ટોબર 1989 સુધી કરવામાં આવ્યું હતું. તાલીમનાડુના શિક્ષણ મંત્રી પ્રો. કે. અંબાઝહાગને તેનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ઘણા મહાનુભાવોએ આ મેળાની મુલાકાત લીધી હતી.

ઓરિસ્સા

રામકૃષ્ણ મઠના ભુવનેશ્વર આશ્રમે ચાર દિવસના એક યુવ-સમ્મેલન અને રાષ્ટ્રિય એકતા શિબિરનું આયોજન તા. 15 થી 19 ઑક્ટોબર 1989 સુધી, ઓરિસ્સાના બારીપાડા મુકામે કર્યું હતું. ઓરિસ્સા વિધાનસભાના અધ્યક્ષ શ્રી પી. કે. દારશ ઉદ્‌ઘાટન સમારંભના અતિથિ વિશેષ હતા.

ગુજરાત

28મી ઑક્ટોબરે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રી મહાકાલી પૂજાનું આયોજન થયું હતું. અનેક ભાવિકજનોની ઉપસ્થિતિમાં પૂજા, ભજન, હવન વગેરેનો કાર્યક્રમ 28મીના રાતના 9 વાગ્યાથી 29મીના સવારના 5 વાગ્યા સુધી ચાલ્યો હતો.

Total Views: 400

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.