तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना ।

अमानिना मानदेन कीर्तनीयः सदा हरिः ।।

પ્રભુનાં સંકીર્તન કરનાર ભક્તજન પોતાની જાતને તણખલાથી  પણ વિશેષ નીચ-હલકી ગણે છે તેમ જ વૃક્ષથી પણ વિશેષ સહનશીલતા ધારણ કરે છે, તે પોતે માન લેતો નથી પણ બીજાઓને માન આપે છે; આવો સ્વભાવ રાખીને ભક્તજને સદા સર્વદા પ્રભુનું કીર્તન કરવું જોઈએ.

न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये ।

मम जन्मनि जन्मनीश्वरे भवतात् भक्तिरहैतुकी त्वयि ।।

હે જગદીશ્વર, હું ધન, બંધુ-બાંધવો, સુંદર સ્ત્રી કે પાંડિત્યની ઇચ્છા રાખતો નથી. હે પ્રભુ, જન્મોજન્મ તારામાં મારી નિષ્કામ ભક્તિ થાય એટલી જ મારી ઇચ્છા છે.

अयि नन्दतनुज! किंकरं पतितं मां विषमे भवाम्बुधौ ।

कृपया तव पादपंकजस्थितधूलीसद्दशं विचिन्तय ।।

હે નંદનંદન!આ વિષમ ભવસાગરમાં પડેલો હું આપનો કિંકર-દાસ છું. આપ મારા પર કૃપા કરીને મને આપનાં ચરણકાળમાં પડેલી ધૂળ સમાન ગણી આપ મારો સ્વીકાર કરો.

(શ્રી ચૈતન્ય મહાપ્રભુ વિરચિત ‘શિક્ષાષ્ટક’માંથી)

Total Views: 137
By Published On: March 1, 1990Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram