दिनमपि रजनी सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः। कालः क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्याशावायुः ॥
દિવસ ને રાત, સાંજ ને સવાર, શિશિર ને વસંત ફરીફરી આવ્યા કરે છે; એમ કાળ ખેલે છે અને આયુષ્ય (નકામું) વીતી જાય છે, છતાં આશારૂપ પવન (મને) છોડતો નથી!
भज गोविंदं भज गोविंदं भज गोविंदं मूढमते। प्राप्ते सन्निहिते मरणे नहि नहि रक्षति डुकृञ्करणे ॥
(ध्रुवपदम्)
ઓ મૂઢમતિ આત્મન્! ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજી લે. તારું મરણ જ્યારે સમીપ આવશે. ત્યારે ‘डुकृञ् करणे’ (એવી વ્યાકરણની ગોખણપટ્ટી) તારી રક્ષા નહિ જ કરે. (ધ્રુવપદ)
यावद्वित्तोपार्जनसक्तस्तावन्निजपरिवारो रक्तः। पश्चाद्धावति जर्जरदेहे वार्ता पृच्छति कोऽपि न गेहे ॥
જ્યાં સુધી તું ધન કમાવા સશક્ત છે, ત્યાં સુધી તારો (સ્ત્રી-પુત્રાદિ) પરિવાર તારા પર પ્રેમવાળો છે; પણ (યાદ રાખ કે) ઘડપણનું શરીર તારી પાછળ જ દોડી રહ્યું હોય છે (અને તે આવી પહોંચશે) ત્યારે ઘરમાં તારી કોઈ ખબરેય નહિ પૂછે.
भगवद्गीता किंचिदघीता गंगाजललवकणिका पीता । सकृदपि यस्य मुरारिसमर्चा तस्य यमः किं कुरुते चर्चाम् ॥
જેણે ભગવદ્ગીતાનું થોડું પણ અધ્યયન કર્યું હોય, ગંગાના જળનું બિંદુ પણ પીધું હોય અથવા મુરારિ-ભગવાનનું એક વાર પણ પૂજન કર્યું હોય, તેની ચર્ચા (વાત પણ) યમદેવ શું કરી શકે છે? (નહિ જ, મૃત્યુના પાશથી તે છૂટી જાય છે.)
अंगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम ॥
શરીર ઢીલું થયું હોય, માથે પળિયાં આવ્યાં હોય, મોટું દાંત વિનાનું થયું હોય અને લાકડી લઈને જવું પડતું હોય, છતાં ઘરડો માણસ આશાનો લોચો છોડતો નથી!
बालस्तावत्क्रीडासक्तस्तरुणस्तावत्तरुणीरक्तः । वृद्धस्तावश्चिन्तामनः परे ब्रह्मणि कोऽपि न लग्न: ॥
માણસ બાળક હોય, ત્યારે રમવામાં મગ્ન હોય, જુવાન થાય ત્યારે જુવાન સ્ત્રી પર પ્રેમવાળો હોય અને ઘરડો થાય, ત્યારે ચિંતામાં ડૂબ્યો રહે છે; આમ કોઈ પણ કદી પરબ્રહ્મમાં લાગતો નથી!
पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीजठरे शयनम् । इह संसारे भवदुस्तारे कृपयाऽपारे पाहि मुरारे ॥
આ સંસાર જન્મોને લીધે તરવો મુશ્કેલ છે, તેમાં ફરી જન્મ, ફરી મરણ અને ફરી માતાના પેટમાં સૂવાનું થયા જ કરે છે; તો હે મુરારે-ભગવાન! કૃપા કરી અપાર સંસારમાં મારી રક્ષા કરો.
कस्त्वं कोऽहं कुत आयातः का मे जननी को मे तातः। इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम्॥ गेयं गीता नामसहस्रं ध्येयं श्रीपतिरुपमजस्त्रम्। नेयं सज्जनसंगे चित्तं देयं दीनजनाय च वित्तम्॥
તું કોણ છે? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? મારી માતા કોણ છે? અને મારો પિતા કોણ છે એમ તું વિચાર્યા કર; આ સર્વ જગત અસાર છે, તેમ જ વિચાર કરતાં સ્વપ્ન જેવું છે; તેનો ત્યાગ કરી ગીતાનું તથા વિષ્ણુસહસ્રનામનું ગાન કરવું; લક્ષ્મીપતિ ભગવાનના સ્વરૂપનું નિરંતર ધ્યાન કરવું; સજજનોના સંગમાં ચિત્ત લગાડવું અને ગરીબ લોકોને ધનનું દાન કરવું.
૨૯મી એપ્રિલે આદિ શંકરાચાર્યના જન્મદિન નિમિત્તે તેમના આ પ્રસિદ્ધ સ્તોત્રના થોડા અંશો રજૂ કરીએ છીએ.
Your Content Goes Here