– ભુજંગી –

સમેટી બધો પાથરેલો તમાશો,
મહેમાન ચાલ્યાં, કરી રાતવાસો!
ન સાથે ગયાં : બિસ્તરા, પોટલાંઓ,
ન સંગે થયાં : વૈભવો કે વિલાસો!!

કમાયા તમે જે ગુણાકાર માંડો,
કરી બાદબાકી, ગુમાવેલ-છાંડો.
વધી રાખની સર્દ મૂઠી જવાબે?
ગણો ફેર : એના-તમારા હિસાબે!

છતાં તો થયા જિંદગીના દિલાસા,
છતાં ગૂંચવે કેમ હુંના ખુલાસા!
સદા મોત જીતે, સદા શ્વાસ હારે,
પડે ઊલટા-સૂલટા કેમ પાસા !

કળી ના શકું ચાલ એવી જ ચાલે,
રહે કાળ મૂગો, જરૂરી સવાલે!

હરેશ ‘તથાગત’
૮/‘જમના મેન્શન’, ૨, ગાયકવાડી પ્લોટ, રાજકોટ-૩૬૦ ૦૦૧

Total Views: 249

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.