હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરું
અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા
ડંખ નિર્મૂળ ન થાય,
તો મારું એ તપ મિથ્યા છે,

હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું
અને મારા કર્મમાંથી સ્વાયે લોભ
મોહ નિર્મૂળ ન થાય,
તો મારી એ પૂજા મિથ્યા છે.

હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન કરું
અને મારા ચિત્તમાંથી અહંકાર અભિમાન
મોટાઈનો ભાવ નિર્મૂળ ન થાય,
તો મારી એ ઉપાસના મિથ્યા છે.

હું એકાંતમાં જાઉં, વૈરાગ્ય ગ્રહું, મૌન પાળું
અને મારી ઇચ્છાઓ-વૃત્તિઓનું શમન ન થાય,
મારો દેહભાવ ઢીલો ન પડે,
તો મારી એ સાધના મિથ્યા છે.

હે પરમાત્મા, હું પ્રાર્થના કરું ને તમારું નામ લઉં
અને મારા જીવનમાં પ્રેમ કરુણા મૈત્રી આનંદ
પ્રગટ ન થાય,
તો મારો તમારી સાથેનો સંબંધ મિથ્યા છે.

– કુંદનિકા કાપડિયા

Total Views: 160

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.