કુંજ કુંજ ગલી ગલી ભટકું
માધવ, હું તો ફૂલ ફૂલ કળી કળી અટકું

વાદળીના રંગમાં મેં માંડી જ્યાં મીટ
એ તો વરસી ત્યાં સાવ પાણી પાણી,
પાલવ સંકોરી જરા ચાલું, ત્યાં
વેળાની વેળુ તણા વ્હેણે મને તાણી;
તારા સંગાથ વિના ઘૂંટાતા જિંદગીના
એકેએક શ્વાસને હું ખટકું.

હૈયાની આરતથી તું ક્યાં અજાણ?
હવે હોઠ થકી નીકળે ન સૂર,
ઓરા આવો વેદનાના ભડકા,
આજ મારો સાંવરિયો સરી રહ્યો દૂર;
વાટમાં શું ખાલી ખોડાઈ રહો નેણ
એક આખરનું ઢાળી લિયો મટકું.

– હરીન્દ્ર દવે

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.