निखिलभुवनजन्मस्थेमभङ्गप्ररोहाः
अकलितमहिमानः कल्पिता यत्र तस्मिन् ।
सुविमलगगनाभे ईशसंस्थेऽप्यनीशे
मम भवतु भवेऽस्मिन् भासुरो भावबन्धः ॥१॥

જેમનામાં સમસ્ત જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને લય, અગણિત વિભૂતિઓના રૂપમાં કલ્પિત કરવામાં આવ્યાં છે, જેઓ વિમળ ગગન સમાન છે, જેઓ જગતના ઈશ્વર સ્વરૂપ થઈને સ્થિત છે, પરંતુ જેમનો બીજો કોઈ નિયંતા નથી, એ મહાદેવમાં મારો દૃઢ અને ઉજ્જવળ પ્રેમ થાઓ. – ૧

निहतनिखिलमोहेऽधीशता यत्र रूढा
प्रकटितपरप्रेम्णा यो महादेवसंज्ञः ।
अशिथिलपरिरंभः प्रेमस्वरूपस्य यस्य
प्रणयति हृदि विश्वं व्याजमात्रं विभुत्वम् ॥२॥

જેમણે સમસ્ત અજ્ઞાનનો નાશ કર્યો છે, જેમનામાં (સ્વાભાવિક રીતે) ઈશ્વરત્વ અવસ્થિત છે, (હળાહળનું પાન કરી જગતના જીવો પ્રત્યે) પરમ પ્રેમ પ્રગટ કરવાથી જેઓને મહાદેવ નામથી સંબોધવામાં આવે છે, જે પ્રેમસ્વરૂપના દૃઢ આલિંગનથી સમસ્ત ઐશ્વર્ય આપણા હૃદયમા માયા માત્ર રૂપે ભાસમાન થાય છે, તે મહાદેવમાં મારો દૃઢ અને ઉજ્જવળ પ્રેમ થાઓ. – ૨

[સ્વામી વિવેકાનંદ કૃત ‘શિવસ્તોત્ર’માંથી]

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.