શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.

૮મી ડિસેમ્બરે ૧૯૯૦ ના રોજ શ્રી શ્રીમા શારદાદેવીની જન્મતિથિ ઉજવવામાં આવી હતી. સવારે ૫-૧૫ થી બપોરના ૧૨ સુધી મંગલ આરતી, ભજન, વિશેષ પૂજા, હવન વગેરે કાર્યક્રમો હતા. શ્રી મા શારદાદેવીના જીવન-સંદેશ વિષે સ્વામી મુમુક્ષાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી તથા સ્વામી જ્ઞાનાતીતાનંદજીના પ્રવચન સંધ્યા આરતી પછી યોજાયા હતા.

૧૨મી ડિસેમ્બર ૧૯૯૦ના રોજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી શિવાનંદજી મહારાજની જન્મતિથિ ઉજવવામાં આવી હતી. આ નિમિત્તે તેમના જીવનસંદેશ વિષે સ્વામી ધ્રુવેશાનંદજીનું પ્રવચન ૧૩મી ડિસેમ્બર ૧૯૯૦ના રોજ યોજાયું હતું.

૨૩મી ડિસેમ્બર ૧૯૯૦ના રોજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી શારદાનંદ મહારાજની જન્મતિથિ નિમિત્તે તેમના જીવન-સંદેશ વિષે સ્વામી નિખિલેશ્વરાનંદજીનું પ્રવચન ૨૨મી ડિસેમ્બર ૧૯૯૦ના રોજ યોજાયું હતું.

૨૪ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ ‘ક્રિસ્ટમસ ઈવ’ના પાવનકારી પ્રસંગે શ્રીરામકૃષ્ણદેવની સંધ્યા આરતી પછી ઈશુ ખ્રિસ્તીની આરતી કરવામાં આવી હતી. આ પછી ઈસુ ખ્રિસ્તના જીવન અને સંદેશ વિષે સ્વામી મુમુક્ષાનંદજી, સ્વામી જ્ઞાનેશાનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીના પ્રવચનો. બાઈબલમાંથી વાંચન, વગેરે કાર્યક્રમો યોજાયાં હતા.

૩૦મી ડિસેમ્બર ૧૯૯૦ના રોજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ નિમિત્તે સંધ્યા આરતી પછી તેમના જીવન-સંદેશ વિષે સ્વામી જ્ઞાનાતીતાનંદજીનું પ્રવચન યોજાયું હતું.

રામકૃષ્ણ – વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા.

૧૪ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ ‘આધુનિક નારીનો આદર્શ-શ્રી મા શારદાદેવી’ વિષય પર સ્વામી નિખિલેશ્વરાનંદજીનું પ્રવચન યોજાયું હતું.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, અમદાવાદ

૨૬ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ શ્રી મા શારદાદેવીના જીવનસંદેશ વિષે સ્વામી મુમુક્ષાનંદજી, સ્વામી જ્ઞાનેશાનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીના પ્રવચનો યોજાયાં હતાં.

Total Views: 164

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.