શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીરામકૃષ્ણ પરમહંસનો ૧૫૬મો જન્મદિન ઉજવાયો

શ્રીરામકૃષ્ણ પરમહંસની ૧૫૬મી જન્મતિથિ નિમિત્તે સવારના ૫-૩૦થી બપોરના ૧૨-૩૦ સુધી મંદિરમાં વિશેષ પૂજા, હવન, ભજન-કીર્તન અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. સાંજના આરતી બાદ શ્રીરામકૃષ્ણદેવ વિષે સ્વામી જિતાત્માનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદનાં પ્રવચનો થયાં હતાં. આ પ્રસંગે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શ્રીરામકૃષ્ણદેવ તથા મા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની પાલખી સાથે સવારે ૮ વાગ્યે મંદિરના પટાંગણમાંથી નીકળી હતી. તેમાં શહેરના અગ્રણી નાગરિકો ઉપરાંત પંદરસો જેટલા વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા હતા. ભજન-ધૂન મંત્રોચ્ચાર, સૂત્રોચ્ચાર અને વિવિધ ધર્મોનાં પ્રતીકો સાથે સર્વધર્મ સમભાવની ભાવનાને ખીલવતી આ શોભાયાત્રામાં વિવિધ ભજન મંડળીઓ, આશ્રમના વિદ્યાર્થી મંદિરની રાસમંડળી તથા રાજકોટ ગર્લ્સ ગાઈડ અને સ્કાઉટનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ભારે આકર્ષણના કેન્દ્રરૂપ બની રહ્યાં હતાં.

આધ્યાત્મિક શિબિર

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી દરેક મહિનાના છેલ્લા રવિવારે સવારના ૮-૩૦ થી ૧૦ સુધી આધ્યાત્મિક શિબિરનું આયોજન થશે, એમ નક્કી કરવામાં આવ્યું છે. પ્રથમ શિબિર સ્વામી જિતાત્માનંદજીના સંચાલન હેઠળ ૨૪-૨-૯૧ રવિવારે યોજાઈ હતી તેમાં કુલ ૧૪૭ ભાઈ-બહેનોએ શાંતિપાઠ, ધ્યાન, ભજન સંગીત, સમૂહસ્વરમાં ગીતાપાઠ, ધ્યાન વિષયક આધ્યાત્મિક વાર્તાલાપ વગેરેમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.

Total Views: 71
By Published On: April 1, 1991Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram