ભજન જેવડો ભરોસો રે મનવા…
ભજન જેવડો ભરોસો..
પધરાવો ત્રાજવાં ને તોલાં કૂવામાં,
ખાતાવહીના ખેલ છોડો;
કમાડો પાંચેપાંચ ભીતર ઉઘાડીને,
અનહદ સંગાથે નેહ જોડો.
કળાશે બેવડો ભરોસો….
ભજન જેવડો ભરોસો રે મનવા….
દીધાં-લીધાંની સમજી ભંગુરતાને,
બાળો ઈચ્છાનાં બાનાખત
અમરત હેલ્લારતું રુંવેરુંવેથી પાછું,
સોનેરી સાદ દેશે સત.
સૌથી વડો રે ભરોસો….
ભજન જેવડો ભરોસો રે મનવા..

હરેશ ‘તથાગત્’

Total Views: 172

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.