પોત દેખાય છે અકળ એનું,
એમ ખેંચાણ છે પ્રબળ એનું!
રોજ મઘમઘ થતી ઝલક મારી,
ચાંદ-તારા, જગત સકળ એનું!
ગુંચવાતું ગલી, નગર સાથે,
શોધવું ક્યાં વદન-કમળ એનું?
કોઈ ઘટનાનો એક પાયો છે,
કામ સીધું અને સરળ એનું!
બુંદ થઇ જાય છે અહીં દરિયો,
પાત્ર કાયમ રહે સજળ એનું!
દોસ્ત, બદનામ આખી વસ્તીમાં,
કોઈ મંદિર સમું છે સ્થળ એનું!
Total Views: 204
Your Content Goes Here