એક અલખ આધાર
અગમના આરાને શેણે આંબવા?
આંબવા છે આતમના ઓવારા રે…
એવાં ધરાનાં પાણીડાં કાંઠે ટળવળે,
માણે ક્યાંથી મોજુંના સેલ્લારા રે?…
એવા સાવ રે અડીને મારગ નીકળે,
આભે વેળ આથડતા વણજારા રે…
એવી ગુંજ ઊઠે રે ગેબી કાંગરે,
એના અવળા લાગે અણસારા રે…
એવા ભોગળ ખોલીને ખલક ઊભતું,
આડા ઊભાં ઊંબરનાં અંધારાં રે…
એવી એક રે છત નીચે બીજી છત છે,
તોય રે તારલિયા નોંધારા રે…
Total Views: 177
Your Content Goes Here