પ્રગટ્યા પરમહંસ
એવું ભાસે કે દેવ! એકાએક દૂરથી આ
આવ્યા હો મારે આવાસ!
આંગણિયે આસપાસ લાગે કે ક્યાંક
હું તો સુણું પગરવનો આભાસ!
ભલે વસ્યા હો તમે દૂર દૂર ક્યાંક
કોઈ અમ્રતિયા તેજને પ્રદેશ,
મારે આ દ્વાર આવે આપની એ વાણીનો
સોડમિયો શીતલ સંદેશ!
પ્રસરે સમીર તણી લહરીમાં, દેવ!
કેવી આપના એ યોગની સુવાસ!
પ્રગટ્યા પરમહંસ, દેખાડ્યું દુનિયાને
આતમનું ઉજમાળું રૂપ,
સ્પર્શે ત્યાં પ્રાણીની માયા અલોપ થાય
સમાધિમાં ભાસતું સ્વરૂપ!
નયણાં બીડીને જરા સમરું તો દેવ!
હવે દેખાયે આછો ઉજાસ!
Your Content Goes Here