ઝેર તો પીધાં છે જાણી જાણી; મેવાડા રાણા!
ઝેર તો પીધાં છે જાણી જાણી.
કોયલ ને કાગ રાણા! એક જ વર્ણી રે
કડવી લાગે છે કાગવાણી.
ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે
તેનાં બનાવ્યાં દૂધ-પાણી.
રીસ કરીને રાણો ખડગ જ તાણે
ક્રોધ રૂપે દરસાણી.
સાધુનો સંગ મીરાં, છોડી દિયો રે
તમને ગણીશું પટરાણી.
બાઈ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ
મને રે મળ્યા સારંગપાણિ
– મીરાં
Total Views: 250
Your Content Goes Here