અદ્વૈત

(શિખરિણી)

મને તો લાગે છે અચરજ ઘણું સૃષ્ટિભરની

લીલા ન્યાળી ગેબી, ગગન પર જ્યાં સૂરજ તપે

દિને, રાતે પાછું તિમિર પ્રસરે; ગૂઢ યતિ શી

છટા કેવી ન્યારી ગહનતમ આ લોક પરની!

તમે ક્યાં ને ક્યાં હું! તદપિ વચલું દ્વૈત હરવા

મથું છું – ઝંખું છું; અવરજગમાં શું ય મળશે

નથી એની લાગી; મિલન સપનું એક અદકું

નિહાળ્યું’તું જે મેં-અધિક તલસું સાર્થ કરવા.

દુઃખી કાજે જીવું નિજ કરમમાં હું રત રહી

તમે આવ્યા સામે નયન તરસ્યાં તૃપ્ત કરવા

ભરી પ્યાલી પીધી અમરત સમી દિવ્ય રૂપની

ગ્રહી લીધી મેં તો ઝળહળ છબી અંતરમહીં.

‘બધામાં હું છું ને સકલ મુજમાં’-ભાવ સ્ફુરતો

હવે શુદ્ધાનંદે અલખમય હું નાદ સુણતો.

– જયન્ત વસોયા

Total Views: 210
By Published On: May 1, 1994Categories: Jayant Vasoya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram