શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા દુષ્કાળ સેવા-રાહત કાર્ય:

૨૬ ફેબ્રુઆરીના રોજ જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામમાં ૨૨૮ જેટલી ગાયો માટે પશુ આહાર અને ટૉનિક દવા મિશ્રણનું વિતરણ કરાયું હતું.

૪ માર્ચના રોજ દ્વારકા તાલુકાના ખતુંભા અને ગોરીયાળી ગામના અનુક્રમે ૧૧૮ અને ૧૮૧ લોકોને ૪૨૪ તૈયા૨ કપડાં, ૨૦૭ સાડી અને ૨૫૧૨ કિ.ગ્રા. ઘઉંનું વિતરણ થયું હતું. આ ઉપરાંત પશુધન માટે ઘાસનું વિતરણ કાર્ય પણ કરવામાં આવ્યું હતું.

૬ એપ્રિલના રોજ ભાણવડ તાલુકાના બરડા ડુંગરના દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ૨૯૬ પરિવારોને મદદ કરવામાં આવી. કુલ ૧૫૦૦ વ્યક્તિઓને ૩૦૦૦ કિ.ગ્રા. બાજરાનું અને પશુઓ માટે ૩૯૦૦ કિ.ગ્રા. રાજદાણનું વિતરણ કરવામાં આવ્યું. આ સિવાય બે ટ્રક ઘાસચારાનું વિતરણ પણ થયું હતું.

૮ એપ્રિલના રોજ લોધિકા તાલુકાના ખીરસરા ગામે દુષ્કાળ રાહત સેવા કાર્ય અન્વયે અનાજ, કપડાં, ઘાસચારો, વગેરેનું વિતરણ થયેલ છે. ૩૦ નિરાધાર વૃદ્ધો તેમજ ૧૪ વ્યક્તિઓને ૨૫૦ કિ.ગ્રા. બાજરો અને ૩૫ સાડીઓનું વિતરણ કાર્ય થયું હતું. ૨૨૮ ગાયો માટે ૪,૩૪૦ કિ.ગ્રા. લીલો ઘાસચારો અપાયો હતો.

પંચમહાલ જિલ્લાના દાહોદ તાલુકાના નીમચ ૨૫૫ પરિવાર, નરવાઈ – ૨૫ પરિવાર, જાબ્બા – ૨૮ પરિવાર તથા ઝાલોદ તાલુકાના મધાનીસર ગામમાં ૧૫૦ પરિવારના મળીને કુલ ૪૫૮ પરિવારોના ૨૫૦૦ પશુઓને માટે રૂ. ૨૫,૬૦૮ કિંમતનું કુલ ૧૬,૧૦૫ કિ.ગ્રા ઘાસ વહેંચવામાં આવેલ છે.

૯મી મેના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમના પ્રાંગણમાં રાજકોટ નગર નિગમના ચોથા વર્ગના ૫૫૦ કર્મચારીઓને ૫૫૦૦ કિ.ગ્રા. ઘઉં આપવામાં આવેલ.

૧૫મી મેના રોજ લોધિકા તાલુકામાં ખીરસરા ગામમાં ૨૨૦ ગાયો માટે રૂ. ૪૯૫૦ની કિંમતનું ૫૦૦૦ કિ.ગ્રા. ઘાસ આપવામાં આવેલ.

૧૫મી મેના રોજ ભાણવડ તાલુકાના અંબલીયાણા ગામમાં ૧૧૭ પરિવારોને ૧૬૦૦ કિ.ગ્રા. ઘઉં અને ગાયો માટે બે ટ્રક ઘાસચારો આપવામાં આવેલ તેમજ ગામના ગરીબ લોકો માટે તૈયાર વસ્ત્રોનું વિતરણ કરવામાં આવેલ.

૧૯મી મેના રોજ ભાણવડ તાલુકાના કાટકોલા ગામની આશુતોષ ગૌશાળાને બે ટ્રક ઘાસચારો અને વસ્ત્રો આપવામાં આવેલ.

ખીરસરા ગ્રામમાં વિદ્યાર્થી સભાનું આયોજન

લોધિકા તાલુકાની(તા. ૮-૫-૯૪ના રોજો ખીરસરા પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીસભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૧૦૦ જેટલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં સ્વામી જ્ઞાનાતીતાનંદજી, શ્રી મનસુખભાઈ મહેતા તથા પ્રો. ઉપેન્દ્રભાઈ મણવરે સ્વામી વિવેકાનંદના જીવનની પ્રેરક ઘટનાઓ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરીને વિદ્યાર્થીઓને નિર્ભય, બહાદુર અને પરોપકારી બનવાની પ્રેરણા આપી હતી. ધો. ૫-૬-૭ અને ૮ના ૧૦૧ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર અને ‘કરીએ પુનઃનિર્માણ ભારતનું’ આમ, બે પુસ્તિકાનું વિતરણ કરવામાં આવેલ તથા દરેક બાળકને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. ગ્રામસભાનું પણ આયોજન કરવામાં આવેલ.

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.