બિનુ સતસંગ બિબેક ન હોઈ, રામકૃપા બિનુ સુલભ ન સોઈ

સતસંગત મુદ મંગલ મૂલા, સોઈ ફલ સિધિ સબ સાધન ફૂલા.

સત્સંગ વિના સારાસાર પારખવાનું વિવેકરૂપી જ્ઞાન ઉત્પન્ન થતું નથી અને રામકૃપા વિના સત્સંગ સુલભ નથી. સત્સંગ એ આનંદમંગળરૂપી વૃક્ષનું મૂળ છે, (દાન, યશ તથા તપ આદિ) સાધન તેનાં ફૂલ છે. અને સિદ્ધિ તેનું ફળ છે.

બિધિ હરિ હર કબિ કોબિદ બાની, કહત, સાધુ મહિમા સકુચાની;

સો મો સન કહિ જાત ન કૈસેં, સાક બનિક મનિ ગુન ગન જૈસેં.

બ્રહ્મા, વિષ્ણુ, શંકર, કવિ અને પંડિત કે સાક્ષાત્ સરસ્વતીજી પોતે પણ સાધુઓનો મહિમા સંકોચથી કહે છે. જેવી રીતે શાક વેચનારા મણિના ગુણને વર્ણવી શકતા નથી, તેમ હું પણ આ સાધુઓનો મહિમા કોઈ રીતે વર્ણવી શકતો નથી.

બંદઉઁ સંત સમાન ચિત, હિત અનહિત નહિ કોઈ;

અંજલિ ગત સુભ સુમન જિમિ, સમ સુગંધ કર દોઈ.

જેમને સંસા૨ના શત્રુ કે મિત્ર કોઈ નથી એવા સમાન ચિત્તવાળા સંતોને હું પ્રણામ કરું છું; તેઓ અંજલિમાં રહેલાં સુંદર સુગંધી પુષ્પોની જેમ બંને હાથને સરખી સુવાસ આપે છે. સમાન ચિત્તવાળા સંતો હિત કરનાર અને અહિત કરનાર પ્રતિ સમાન ભાવવાળા હોય છે.

(- ‘રામચિરત માનસ’ માંથી)

Total Views: 115

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.