વડોદરામાં યુવા શિબિરો

રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે શ્રેયસ હાઈસ્કૂલ, માંજલપુર ખાતે તા.૨૪-૧૧-’૯૫ અને ૨૫-૧૧-’૯૫ના રોજ ‘‘યુવાનોમાં રહેલી આંતરિક શક્તિઓનો વિકાસ અને તે અંગે માર્ગદર્શન” વિષય ૫૨ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા.૨૪-૧૧-’૯૫ના રોજ શહેરની ગુજરાતી માધ્યમની શાળાઓનાં ૧૧૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો અને તા.૨૫-૧૧-’૯૫ના રોજ શહેરની અંગ્રેજી માધ્યમની શાળાઓનાં ૬૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ આ શિબિરોમાં ભાગ લીધો. શિબિરોમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીએ યુવાનોમાં ચારિત્ર્ય ઘડતર, નિર્ભયતા, એકાગ્રતા વગેરે ગુણોની કેળવણી અંગે સ્વામી વિવેકાનંદના ઉપદેશો પર આધારિત પ્રેરક પ્રવચનો આપ્યાં, તેમજ ભજન, ધ્યાન, ધૂન, પ્રાર્થના વગેરે દ્વારા પોતાની અંદર રહેલી આંતરિક શક્તિઓ જાગૃત કરી તેનું રોજીંદા કાર્યમાં રૂપાંતર કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું. પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં બંને સ્વામીજીઓએ વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા વિભિન્ન પ્રશ્નોના ઉત્તરો આપ્યા.

શ્રેયસ્ ઍજ્યુકેશન ટ્રસ્ટના મૅનૅજિંગ ટ્રસ્ટી શ્રી રજનીકાંત જાની તથા બરોડા હાઈસ્કૂલ, અલકાપુરીના આચાર્યા શ્રીમતી હાવેવાલાએ પણ આ શિબિરમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધનો કર્યાં હતાં. શિબિરના અંતે પ્રત્યેક વિદ્યાર્થીને સ્વામી વિવેકાનંદનું સાહિત્ય તેમ જ સ્વામી વિવેકાનંદના ફોટા અને સંદેશવાળું કૅલેન્ડર વિનામૂલ્યે ભેટ આપવામાં આવ્યાં હતાં.

શિબિર દ્વારા આરંભાયેલી યુવા વર્ગના ચારિત્ર્ય ઘડતરની પ્રક્રિયાને કાયમી સ્વરૂપ આપવાના હેતુથી રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર વડોદરા દ્વારા યુથ સ્ટડી સર્કલ શરુ કરાયું છે, જે અનુસાર ૨સ ધરાવનાર યુવાન વિદ્યાર્થી ભાઈ-બહેનો દ૨ ૨વિવારે સાંજે પાંચ વાગે રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્રના કાર્યાલય, (અંબિકા ઍપાર્ટમેન્ટ, લકડીપુલ પાસે, દાંડીયાબજા૨)માં ભેગાં મળી ચર્ચા કરે છે.

લાતુરમાં ભૂકંપગ્રસ્ત લોકો માટે પુનર્વસવાટની વ્યવસ્થા

મહારાષ્ટ્રમાં લાતુર જિલ્લાના કવાલી ગ્રામમાં ભૂકંપગ્રસ્ત લોકો માટે રામકૃષ્ણ મિશન દ્વારા નિર્મિત થયેલાં ૧૬૭ નવાં મકાનો, (૨૫૦ ઘનફૂટ) એક કૉમ્યુનિટિ હૉલ (૨,૩૦૦ ઘનફૂટ) અને સાત ઓરડા ધરાવતું શાળાનું ભવન (૫,૨૫૮ ઘનફૂટ) વગેરેનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના ગવર્નર ડૉ. પી. સી. ઍલૅક્ઝાન્ડરના હસ્તે ૨૪મી નવેમ્બરે થયું. તે જ દિવસે સાંજે ગામમાં બે બાળવાટિકાઓનું ઉદ્ઘાટન પણ થયું.

જવલગાડી ગામમાં ૫૫ મકાનો (૨૫૦ ઘનફૂટ)નું ઉદ્ઘાટન ૨૫મી નવેમ્બરે ‘સ્ટેટ્સમેન’ના મુખ્ય સંપાદક અને મૅનૅજિંગ ડાયરેક્ટર શ્રી સી. આર. ઈસરાનીના હસ્તે થયું. શ્રીમતી થ્રીતી ઈસરાનીએ બાળકો માટેના ક્રીડાંગણનું ઉદ્ઘાટન કર્યું. આ ગામ માટેના કૉમ્યુનિટી હૉલ (૧,૦૭૯ ઘનફૂટ) નું ઉદ્ઘાટન પિયરલેસ જન૨લ ફાયનાન્સ ઍન્ડ ઈન્વેસ્ટમેન્ટ કુ. લિ.ના જોઈન્ટ મૅનૅજિંગ ડાયરેક્ટર શ્રી સુનીલકુમાર રોયના હસ્તે થયું. એ જ દિવસે ગામની શાળાના ભવન (૨,૨૭૮ ઘનફૂટ)નું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું.

આ રાહતકાર્યના અનુગામી કાર્યરૂપે ‘વિવેકાનંદ ગ્રામ વિકાસ પ્રકલ્પ’ નામનો પ્રકલ્પ પ્રારંભ કરવામાં આવ્યો છે. ૨૧મી નવેમ્બરે કવાલી ગ્રામમાં ગ્રામીણ ખાતરનું કારખાનું પ્રારંભ ક૨વામાં આવ્યું છે.

શિકાગોમાં સ્વામી વિવેકાનંદ પથ

અમેરિકાના શિકાગો શહે૨ના સૌથી વધુ મહત્ત્વના મિશિગનના ભાગને (Swami Vivekananda Way (સ્વામી વિવેકાનંદ પથ) નામ આપવામાં આવ્યું છે. ૧૧મી નવેમ્બરે અમેરિકા સ્થિત ભારતના રાજદૂત ડૉ. સિદ્ધાર્થ શંકર રે. દ્વારા આર્ટ ઈન્સ્ટિટ્યૂટના પ્રવેશ દ્વારમાં આ નામની તખ્તીનું અનાવ૨ણ ક૨વામાં આવ્યું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ: આગામી કાર્યક્રમો

-૧૨ જાન્યુઆરી ’૯૬ : રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે આશ્રમના પ્રાંગણમાં યુવ-સંમેલન

– ૧૩ જાન્યુઆરી ’૯૬ : સ્વામી વિવેકાનંદજીની જન્મતિથિ નિમિત્તે આશ્રમમાં સવારના ૫.૧૫થી બપોરના ૧૨ સુધી મંગળ આરતી, પૂજા, હવન, ભજન અને સાંજે ૬ વાગે સંધ્યા આરતી, ભજન, પ્રવચન વગેરે.

-૧૬ અને ૧૭ જાન્યુઆરી ’૯૬ : ‘ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું વિજ્ઞાન’ વિશે શિક્ષકો માટે સેમિનાર.

-૨૪ જૂન્યુઆરી ‘૯૬ :  ‘સરસ્વતી પૂજા’ નિમિત્તે આશ્રમમાં સવારના ૫.૧૫થી બપોરના ૧૨ સુધી મંગલ આરતી, પૂજા, ભજન, હવન વગેરે.

Total Views: 96

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.