હું સાવ ખાલીખમ કોડિયું

તમે ઝળહળતી રે જ્યોત,

હું સાવ અબુધ-અજ્ઞાની

તમે હીર-ઝવરાતનું પોત.

પંથ સૂઝે ના મંઝિલ

અડાબીડમાં ભટકું,

માર્ગ વચાળે માયા ઊભી

દોર વગર હું લટકું;

હું સાવ કોરોકટ ભાઠો

તમે અમરત કેરું સ્રોત.

ઘટઘટ પીધાં વ્હાલ

કેમ ના પ્યાસ બૂઝાતી,

હશે કૈં જનમના ઘાવ

પીડ આ ક્યાંથી રૂઝાતી;

હું સાવ નિરાધાર થૈ બેઠો

તમે જીવન આપો કે મોત;

હું સાવ ખાલીખમ કોડિયું

તમે ઝળહળતી રે જ્યોત.

– હરીશ પંડ્યા

*****

બાળકોને પુસ્તકો સાથે ચોંટાડી રાખવાને બદલે હું તો તેને કામ કરતું કરી દઉં. તેના હાથ કામકાજ કરવા લાગે અને તેની સાથે તેનું મન પણ વિકસિત થાય. બાળકના હાથમાં પણ મગજ હોય છે.

– મહાત્મા ગાંધી

Total Views: 225

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.