રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષા પરિણામ

૫. બંગાળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૯૯૫માં લેવાયેલ પરીક્ષામાં રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ચોથું, પાંચમું અને સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ જ પરીક્ષામાં રામકૃષ્ણ મિશનના શારદાપીઠ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ બારમું અને પંદરમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પં. બંગાળ માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા ૧૯૯૬માં લેવાયેલ પરીક્ષામાં રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા સંચાલિત બધી જ શાળાઓએ સુંદર પરિણામો પ્રાપ્ત કર્યાં છે, જેની વિગતો નીચે આપેલ છે –

ક્રમાંક રામકૃષ્ણ મઠ-મિશનના શાખા કેન્દ્રનું નામે પરીક્ષામાં બેઠેલ વિદ્યાર્થીઓ પાસ થયેલ વિદ્યાર્થીઓ ૭૫%થી વધુ માર્કસ મેળવેલ વિદ્યાર્થીઓ પ્રથમ શ્રેણી દ્વિતીય શ્રેણી તૃતીય શ્રેણી કમ્પાર્ટમેન્ટ બાકી પરિણામ
૧. આસનસોલ ૧૧૩ ૧૧૩ ૫૩ ૯૮ ૧૫
૨. વરાહનગર ૧૭૩ ૧૭૩ ૭૩ ૧૪૨ ૩૧
૩. કામારપુકુર ૮૧ ૮૧ ૨૬ ૭૫
૪. કટિહાર ૩૮ ૩૭ ૨૨ ૧૫
૫. માલદા ૧૦૩ ૧૦૩ ૪૦ ૯૨ ૧૧
૬. મનસાદ્વીપ ૭૨ ૭૨ ૫૪ ૧૮
૭. મિદનાપુર ૬૬ ૬૬ ૧૩ ૬૨
૮. નરેન્દ્રપુર ૧૨૧ ૧૨૧ ૧૦૪ ૧૨૧
૯. પુરુલિયા ૯૮ ૯૮ ૮૩ ૯૭
૧૦. રાહરા ૨૧૪ ૨૧૪ ૧૩૭ ૨૧૩
૧૧. રામહરીપુર ૪૯ ૪૯ ૩૦ ૧૯
૧૨. સારગાછી ૮૦ ૭૯ ૧૭ ૭૦
૧૩. સરીશા (બે શાળાઓ) ૨૧૬ ૨૧૪ ૩૧ ૧૨૭ ૮૫
૧૪. ટાકી ૪૭ ૪૭ ૧૩ ૪૦

 

વેદાંત વિશેની વધુ એક પત્રિકાનો પ્રારંભ

રામકૃષ્ણ મઠ-મિશનના અમેરિકાના સિયાટલ શાખા કેન્દ્ર દ્વારા જૂન ’૯૬થી એક ત્રૈમાસિક પત્રિકા ‘ગ્લોબલ વેદાંત’ (Global Vedanta)નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વિજ્ઞાન અને ટૅકનૉલૉજી વિશેની પત્રિકાનો પ્રારંભ

રામકૃષ્ણ મિશન શિલ્પ મંદિર, શારદાપીઠ (બેલુર, હાવડા) દ્વારા બંગાળની આમજનતામાં વિજ્ઞાન અને ટૅકનૉલૉજી વિશેની માહિતીનો પ્રસાર કરવા માટે ‘પ્રયુક્તિ’ નામની એક બંગાળી માસિક પત્રિકાનો પ્રારંભ ૧૨મી જાન્યુઆરી ’૯૬ના રોજ કરવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લામાં રાહતકાર્ય

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પંચમહાલ જિલ્લાના નીમચ ગામના વાવાઝોડાથી પ્રભાવિત ૬૦૦ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. ૧૯મી જૂનના રોજ નીમચ ગામમાં એક ટેલરીંગ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં ૧૦ આદિવાસી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. તેઓના માટે માસિક સ્ટાઇપેન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજનું ગુજરાતમાં આગમન

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૨ સપ્ટેમ્બર ’૯૬ના રોજ ચાર દિવસો માટે રાજકોટ પધારે તેવી શક્યતા છે. તેમના રોકાણ દરમિયાન તેઓ લીંબડીમાં આશ્રમના ઔષધાલયના નૂતન ભવનનું ઉદ્ઘાટન કરશે અને સાધકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપશે.

Total Views: 75

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.