આંધ્રપ્રદેશમાં રામકૃષ્ણ મિશન દ્વારા રાહતકાર્યો

રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્ર દ્વારા વાવાઝોડાગ્રસ્ત થયેલા પૂર્વ ગોદાવરી જિલ્લાના અમલપુરમ અને મુમ્મીદીવારામ મંડળના ૩૦ ગામોના ૪૭૪૮ પરિવારોમાં નીચે લખેલ સામગ્રીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે :

૧૭-૫ ટન ચોખા, ૫-૫ ટન બટેટા અને કાંદા, ૧ ટન લીલાં મરચાં, ૫૬૨ કિ. આંબલી, ૫૮૭ કિ. મીઠું, ૧૭૪૮ પૅકૅટ બિસ્કિટ, ૧૦૦૦ માચિસ, ૧૭૪૮ સાબુ, ૧૪૦૨ ધોતિયાં, ૧૧૦૨ સાડીઓ, ૧૦૦૦ વસ્ત્રો, ૪૮૦૦ બાળકો માટેનાં વસ્ત્રો, ૪૫૦ ચાદરો, ૪૦૨ ધાબળા અને ૨૦૦૦ જૂનાં વસ્ત્રો.

રામકૃષ્ણ મઠના હૈદ્રાબાદ કેન્દ્ર દ્વારા પૂરપીડિતો માટે કુડાપા જિલ્લાના અટલુર બ્રહ્મગિરિ મઠમ અને બાદવેલ કુડુર મંડળોના ૧૯ ગામોના ૮૦૮ પરિવારોમાં નીચે લખેલ સામગ્રીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે :

૩૩૫૦ કિ. ચોખા, ૬૫૦ કિ. દાળ, ૭૯૧ સાડીઓ, ૭૨૫ ધોતિયાં, ૮૧૦ વસ્ત્રો, ૨૮૦ ધાબળા વગેરે.

રામકૃષ્ણ મિશનના રાજમંદ્રી કેન્દ્ર દ્વારા પૂરપીડિતો માટે પ્રકાશમ જિલ્લાના અન્નાબોયિનાપલ્લી, તુંગગુંટા અને અન્ય બે ગામોના ૯૩૬ પરિવારોમાં નીચે લખેલ સામગ્રીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે :

૧૦૦૦ ધોતિયાં, ૧૦૦૦ સાડીઓ, ૪૦૦ બાળકો માટેનાં વસ્ત્રો, ૭૩૨ સ્ત્રીઓ માટેનાં વસ્ત્રો, ૮૦૦ ચાદરો અને ૫૦૦ ધાબળા.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સૅન્ટર, અમદાવાદ

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સૅન્ટર અમદાવાદ દ્વારા તા. ૭ અને ૮ ડિસેમ્બરના રોજ મેહદી નવાજ જંગ હૉલ (પાલડી)માં વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તા. ૭ ના રોજ સવારના ૯ થી ૧૨ સુધી ‘મૅનૅજૅમૅન્ટમાં આધ્યાત્મિક દૃષ્ટિકોણની આવશ્યક્તા’ એ વિષય પર એક સૅમિનાર યોજાયો હતો, જેમાં લગભગ એકસો પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ૭મી એ સાંજે ૬ થી ૯ સુધી એક જાહેરસભાનું આયોજન થયું હતું, જેનો વિષય હતો; ‘સ્વામી વિવેકાનંદ પ્રતિપાદિત વેદાંત એકવીસમી શતાબ્દીની આવશ્યકતા પૂરી પાડે છે.’ ૮ મીએ સવારે ૯ થી ૧૨ સુધી યોજાયેલ જાહેરસભાનો વિષય હતો ‘શ્રીરામકૃષ્ણ અને આધુનિક સમસ્યાઓ માટે આધ્યાત્મિક સંસ્કૃતિની તાતી આવશ્યકતા’. સ્વામી જિતાત્માનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, ડૉ. જયેન્દ્ર યાજ્ઞિક અને ડૉ. ભોળાભાઈ પટેલે ઉપર્યુક્ત વિષયો પર વક્તવ્યો આપ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ સેવા સંસ્થાન, વલસાડ

શ્રીરામકૃષ્ણ સેવા સંસ્થાન વલસાડ દ્વારા વલસાડમાં સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાની પ્રતિષ્ઠાનું આયોજન થઈ રહ્યું છે. તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તા. ૧૩મી ડિસેમ્બરના રોજ ‘આધુનિકયુગ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ’ એ વિષય પર સ્વામી નિખિલેશ્વરાનંદજીનું જાહેર પ્રવચન યોજાયું હતું.

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા ૩૦મી નવેમ્બર અને ૧લી ડિસેમ્બરના રોજ વાસનિક હૉલમાં ‘છાંદોગ્ય ઉપનિષદ’ વિષય પર સ્વામી જિતાત્માનંદજીના પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ :

આગામી કાર્યક્રમો

જાન્યુઆરી૯૭ શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે સવારના ૮ થી ૧૨ સુધી વિશેષ પૂજા, ભજન, હવન, પ્રસાદ વિતરણ વગેરે અને સાંજે ‘શ્રીમા શારદાદેવીનાં જીવન-સંદેશ’ વિશે પ્રવચનો.

૧૬ જાન્યુઆરી૯૭ સવારના ૮ થી ૧૨ સુધી યુવ – સંમેલન.

૩૧ જાન્યુઆરી૯૭ સ્વામી વિવેકાનંદજીની જન્મતિથિ (વિશુદ્ધ પંચાંગ પ્રમાણે) પ્રસંગે સવારના ૮ થી ૧૨ સુધી વિશેષ પૂજા, ભજન, હવન, પ્રસાદ વિતરણ વગેરે અને સાંજે ‘સ્વામી વિવેકાનંદજીનો જીવન-સંદેશ’ વિશે પ્રવચનો.

ક્ષમાપ્રાર્થી છીએ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દીપોત્સવી અંક ‘શાંતિ વિશેષાંક’માં મુખપૃષ્ઠ પરિચયમાં આદિ શંકરાચાર્ય વિશે ઉલ્લેખ નથી છપાયો તે બદલ ક્ષમાપ્રાર્થી છીએ. – સં.

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.