હરિ! તું માગે ના કદી કાળ,
હરિ! તને હોય નહિ દરકાર.
હરિ! તને હોય નહિ શણગાર!
હરિને હોય નહીં શણગાર!
દસ દસ દિશનાં ચીર હરિએ, ધર્યાં અંગ દસ દ્વાર;
દીપક કેરો હોય હરિને નવ જ્યોતિ ઝબકાર,
સૂરજ, ચાંદો, નવલખ તારક, તેજ તેજ અંબાર!
હરિ ના માગે રે! શણગાર!
હરિને હોય ના તંબૂર તાર
ગગન મંડલે ગાજે અવિરત બ્રહ્મવીણા ઝંકાર!
હિરનું સંગીત અપરંપાર!
વન વન પંખી કિલ્લોલે ને કોટિ શિશુ કિલકાર!
હરિને હોય ના સૂર, સિતાર!
હરિને ફૂલનો લાગે ભાર!
કણ કણ અક્ષત મણ મણ લાગે, નવ રુચતી ધૃતધાર;
અરે! શો મિથ્યા રંગ પ્રકાર!
હરિને કેવળ એક ખપે છે,
ભાવ ભક્તિ-ભણકાર!
સત્ય, પ્રેમ, તપઃપૂત કર્મનો કેવળ એક જ તાર!
હરિ તન મનમાં નિત્ય નિરંજન, અંજન રંગપ્રકાર!
હરિ સર્વદા જુએ પ્રતિ ઉર પળપળના આકાર!
હિરને પળપળના પોકાર!
હરિ નવ ચાહે રે! શણગાર!
હરિ તો હોય નિત્ય નિરંજન, નિત નિત નિરાકાર!

– રતુભાઈ દેસાઈ

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.