હે! મારા આતમરામ!
હેરો તો મનભર હેરી લ્યો, દ્વાર ઊભા ઘનશ્યામ!

ઝંખના જેની જન્મથી જાગી,
રસનાને જેની રટણા લાગી :
ધખના ધગધગતી હતી ઊંડી અંતરમાં અભિરામ :
હેરો તો નયને હેરી લ્યો, દ્વાર આવ્યા ઘનશ્યામ!

ચાહયા’તા હેમંતને પંથે
ઝંખ્યા’તા કૈં રૂપવસંતે,
ગ્રીષ્મતણી બળબળતી લૂમાં, આવી ઊભા સૂમસામ :
હેરો તો ક્ષણભર હેરી લ્યો, ઊંબર પર ઘનશ્યામ!

માન્યું ‘આવશે’ ને ‘ના આવ્યા’ :
જાણ્યું : ‘આવશે ના’ ને આવ્યા :
આવન જાવનના અણસારા : પામવા હોય તો પાત્ર!

હે! મારા આતમરામ!
હેરો તો મનભર હેરી લ્યો, દૂર ચાલ્યો રે! ઘનશ્યામ?
દૂર ચાલ્યા આ ઘનશ્યામ!

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.