ગંગાસાગર મેળામાં ચિકિત્સા સેવાકાર્ય

રામકૃષ્ણ મઠ અને મિશનના મનસાદ્વીપ, સરીશા અને સેવા પ્રતિષ્ઠાન કેન્દ્રો દ્વારા મકર સંક્રાંતિ પ્રસંગે તા. ૧૧ થી ૧૬ જાન્યુઆરી સુધી યોજાયેલા ગંગાસાગરના મેળામાં ચિકિત્સા સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. ૩,૬૧૦ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી, જેમાંથી ૩૨ દર્દીઓને ઇન્ડોર હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડ્યા હતા. ગરીબોમાં ૭૫ ધાબળાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

‘ઉદ્બોધન’ પત્રિકા એકસોમાં વર્ષમાં પ્રવેશ કરે છે

સ્વામી વિવેકાનંદજીએ પ્રારંભ કરેલ બંગાળી માસિક પત્રિકા પોતાની યાત્રાનાં એક સો વર્ષ પૂરાં કરશે તે નિમિત્તે કલકત્તાના ‘ઉદ્બોધન’ ભવનમાં ૧૫ થી ૧૭ જાન્યુઆરી ‘૯૮ સુધી વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, જનરલ સૅક્રેટરી સ્વામી સ્મરણાનંદજી મહારાજ અને અન્ય સંન્યાસીઓ તેમજ ભક્તોએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ મિશન લીંબડી દ્વારા સેવાકાર્યો

શ્રીરામકૃષ્ણ મિશન લીંબડી દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન લીંબડી, વઢવાણ અને વડોદમાં જરૂરતમંદ લોકોને ૩૬ ગરમ ટોપી, પપ ધાબળા અને ૧૪૩ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તા.૧૯-૨-૯૮ ને ગુરુવારના રોજ ‘નેત્રયજ્ઞ’નું ના આયોજન કરવામાં આવેલ, જેમાં કુલ ૧૪૮ દર્દીઓને, જેમાં ૮૨ પુરુષો અને ૬૬ સ્ત્રીઓનો સમાવેશ થાય છે, તપાસીને મફત દવા, ચશ્મા, ફુડપૅકેટ વગેરે આપવામાં આવેલાં, તેમજ ૨ પુરુષો અને ૬ સ્ત્રીઓને આંખના જુદા જુદા રોગોના ઑપરેશન માટે શિવાનંદ મિશન, વીરનગર લઇ જવામાં આવ્યા હતા.

દાહોદ જિલ્લામાં દરિદ્રનારાયણ સેવા

દાહોદ જિલ્લાના જાંબુઆ અને નીમચ ગામોના ગરીબ આદિવાસી વિદ્યાર્થી ભાઇ-બહેનોને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા એક હજાર વસ્ત્રો આપવામાં આવ્યાં હતાં. આ સિવાય નીમચ ગામમાં એક ચિકિત્સા શિબિર યોજવામાં આવી હતી, જેમાં પાંચ ડૉક્ટરો દ્વારા લગભગ ૧૮૦ દર્દીઓને નિઃશુલ્ક સારવાર અને દવાઓ આપવામાં આવી હતી.

રાજકોટમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિની ઉજવણી

તા.૨૮મી ફેબ્રુઆરીના રોજ શ્રીરામકૃષ્ણદેવની ૧૬૩મી જન્મતિથિ પ્રસંગે સવારના ૫-૧૫થી બપોરના ૧૨ સુધી મંગલ આરતી, વિશેષ પૂજા, ભજન, હવન વગેરે અને સાંજે ૬ થી ૯ દરમિયાન શ્રીરામકૃષ્ણનામ સંકીર્તન, સંધ્યા આરતી અને શ્રીરામકૃષ્ણદેવના જીવન સંદેશ પર પ્રવચનોનું આયોજન થયું હતું. ૨૯ ફેબ્રુઆરીએ આ નિમિત્તે સવારના ૫-૧૫ થી રાતના ૯ વાગ્યા સુધી એક આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. સ્વામી જિતાત્માનંદજી, સ્વામી આદિભવાનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીના પ્રવચનો, પ્રશ્નોતરી, સ્વામી દિવ્યવ્રતાનંદજીના ભજનો, સમૂહ પ્રાર્થના, ધ્યાન, કરસેવા વગેરે કાર્યક્રમોનો લાભ લગભગ ૩૦૦ ભક્તોએ લીધો હતો.

પોરબંદરમાં જાહેરસભા

શ્રીરામકૃષ્ણદેવની ૧૬૩મી જન્મતિથિ નિમિત્તે ૮મી માર્ચના રોજ સાંજે ૭ વાગે રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મૅમૉરિયલ, પોરબંદર દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીરામકૃષ્ણદેવના જીવન – સંદેશ વિશે સ્વામી જિતાત્માનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, પોરબંદરના રેસિડૅન્ટ કલેક્ટર શ્રી અશોક શર્મા અને માધવાણી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના પ્રિન્સિપાલ શ્રી પી. એમ. જોષીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

રામકૃષ્ણ મિશનના વિદ્યાર્થીઓની સિદ્ધિઓ

રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ કૉલેજ, ચેન્નાઇના વિદ્યાર્થીઓએ મદ્રાસ યુનિવર્સિટી દ્વારા માર્ચ ૧૯૯૭ની બી.એ.ની પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં છે.

દર્શનશાસ્ત્ર – બીજું, ત્રીજું અને ચોથું
સંસ્કૃત – બીજું

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.