घ्रात्वा सकृत्तव पदांबुज – दिव्यगन्धं नारायण प्रभृतयो बुधसार्वभौमाः ।
सद्यस्समुज्झित- गृहादिसमस्त बन्धाः प्रव्रज्य घोरतपसे विपिनं प्रजग्मुः ॥२२॥

સૂંઘી પદામ્બુજ સુગંધ જ એકવાર, નારાયણાદિ સુજનો બહુ બુદ્ધિશાળી;
છોડી તુરંત ઘરબાર તણા જ બંધો, ચાલ્યા ગયા વનમાહીં કરવા તપસ્યા.

हे रामकृष्ण तव सांप्रतिकावतारे पूर्वातिशायि महिमान – मवेक्ष्य शिष्याः ।
आश्चर्यहर्षजव-घर्षितधी- विलासा अत्रैव शीघ्रमभवन् सुतरां प्रलीनाः ॥२३॥

હે રામકૃષ્ણ તવ આ અવતાર માંહીં, ભાળી અપૂર્વ મહિમા સહુ શિષ્યવૃન્દ;
આશ્ચર્યથી ચકિત થૈ તમે પાસે આવી, ને થાય સૌ તમ મહીં જ વિલીન આંહીં.

भूमिं कुलीनविबुधा न पदा स्पृशेयुः पूर्वे मनुष्यपद – मित्यवमान-बुद्धया ।
अद्यत्वचिन्त्य-महिमार्णव- रामकृष्ण स्याक्रीडरंगमिति भक्तिमनीषया च ॥२४॥

પૂર્વે ન ભૂમિપર દેવ ડગો ભરંતા, ‘આ મર્ત્યલોક અતિ તુચ્છ’ કરી વિચાર;
આજે ય એ ન ડગ દે પણ ભક્તિભાવે, હે શ્રીરામકૃષ્ણ મહિમા નિધિ ભૂમિ માની.

‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’માંથી (૨૨-૨૩-૨૪)

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.