ॐ आ ब्रह्म॑न् ब्राह्मणो ब्रह्म॑र्चसी जायतामा राष्ट्रे राजन्यः शूर॒ऽइषव्योऽतिव्याधी महार॒थो जायतान् दोग्ध्री धे॒नुर् वोढान॒ड्वानाशुः स॒प्ति: पुरन्धिर् योषा जिष्णू र॑थेष्ठाः सभेयो युवास्य यज॑मानस्य वीरो जा॑यतान् निकामे-निकामे नः पर्जन्यो वर्षतु फलव॑त्यो नऽओष॑धयः पच्यन्तां योगक्षेमो नः कल्पताम् ।

હે બ્રહ્મન્ (પ્રભુ), આ રાષ્ટ્રમાં જ્ઞાનસાધક બ્રહ્મતેજથી યુક્ત બનો; આ રાષ્ટ્રનો સૈનિક શૂરવીર શસ્ત્રાસ્ત્રનિપુણ શત્રુવિનાશક અને મહારથી બને; ગાયો ખૂબ દૂધ આપનારી અને બળદ ભાર વહન કરવામાં સમર્થ બને; ઘોડાઓ અને વાહનો વેગીલાં બની રહે; આ રાષ્ટ્રની સ્ત્રીઓ સર્વગુણસંપન્ન અને શીલવતી બને; આ દેશમાં સભ્ય, શ્રેષ્ઠ વક્તા, વિજયશીલ વીર પુત્રો જન્મે; અમારા રાષ્ટ્રમાં માગ્યા મેહ વરસો; અમારે માટે અહીં ખૂબ ખૂબ ધાન્ય-ફળ-ફૂલ પાકે; આપણા સૌનાં યોગક્ષેમ સચવાતાં રહે.

[‘शुक्लयजुर्वेदे माध्यन्दिनी संहितायाम्, अध्याय २२, कण्डिका २२’]

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.