કિન્ડરગાર્ટનનાં શિક્ષિકા તેના વર્ગનાં બાળકોને ચિત્ર દોરતી વખતે તેમનું નિરીક્ષણ કરતાં હતાં. તેઓ દરેક બાળકના ચિત્રકામને જોવા આમ તેમ લટાર મારતાં હતાં. તેઓ ખૂબ ખંતથી ચિત્રકામમાં મશગૂલ બેલા નામની નાની બાળકી પાસે ગયાં. તેમણે પૂછ્યું: ‘તું શું દોરે છે?’ બાળકીએ જવાબમાં કહ્યું: ‘હું ભગવાનનું ચિત્ર દોરું છું.’ તેઓ થોડીવાર ઊભાં રહ્યાં અને પછી કહ્યું, ‘પણ ભગવાન કેવા હોય છે એ વિશે તો કોઈ કંઈ જાણતું નથી.’

ઊંચે જોયા વિના અને થડકારો ય ખાધા સિવાય, બાળકીએ જવાબ આપતાં કહ્યું: ‘એક જ મિનિટમાં તેઓ જાણી જશે.’

***

પ્રિય પ્રભુજી,

મને લાગે છે કે તમે મારા  માટે ગર્વ અનુભવશો! આજે તો મારું બધું સમું-નમું થઈ ગયું. મેં ગપસપ નથી કરી, મારો પિત્તો ન ગયો, લોભવૃત્તિથી દૂર રહ્યો, ચીડચીડિયો નથી થયો, સ્વાર્થ અને અધમતાથી દૂર રહ્યો કે નથી થયો વધુ પડતો સહનશીલ. આ બધાં માટે હું આપનો ઋણી છું. અને થોડી જ પળોમાં જો કે હું પથારીમાંથી (ઊંઘેને) બેઠો થઈશ. પણ ત્યારપછીથી મારે આપની દયા અને સહાયની આવશ્યક્તા રહેશે! આપશોને!

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.