आचन्डालाप्रतिहतरयो: यस्य प्रेमप्रवाह:।
लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्।
त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो।
भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः ||१||

અહાહા! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાલથી માંડીને સર્વ તરફ પણ વહેતો હતો, પ્રકૃતિથી પર અતિ માનવ હોવા છતાં જેમણે સદા લોકકલ્યાણનો માર્ગ ત્યજ્યો નહોતો. જેમનો મહિમા ત્રણેય લોકમાં અપ્રતિમ હતો, જે સીતાના પ્રાણરૂપ અને પરમ જ્ઞાનરૂપ હતા, જેમનો દેહ સીતારૂપી મધુર ભક્તિથી ઢંકાયેલો હતો, એવા શ્રીરામકૃષ્ણ શ્રીરામરૂપ હતા.

स्तब्धीकृत्य प्रलयकलितं वाहवोत्थं महान्तं।
हित्वा रात्रिं प्रकृति सहजामंधतामिस्रमिश्राम्।
गीतं शान्तं मधुरमपि यः सिंहनादं जगर्ज।
सोऽयं जातः प्रथितपुरुषो रामकृष्णस्त्विदानीम् ॥२॥

જેમણે (કુરુક્ષેત્રના) યુદ્ધમાંથી ઊઠતા પ્રલયકાળના જેવા ભયંકર નાદને શાંત કરી દીધો હતો. જેમણે (અર્જુનની) પ્રકૃતિસહજ છતાં ભયંકર એવી અજ્ઞાન રાત્રિનો નાશ કર્યો હતો, જેમણે મધુર છતાં શાંત ગીતાની સિંહનાદે ગર્જના કરી હતી, તે પ્રખ્યાત પુરુષ – શ્રીકૃષ્ણ આજે શ્રીરામકૃષ્ણરૂપે જન્મ્યા છે.

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા – સંચયન’ પૃ. ૪૯૯)

Total Views: 63
By Published On: November 1, 2005Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.