(શિખરણી – સોનેટ)

પછી મેં સંકેલી લીધો ખુદ મને આમ કરીને;
હું મૂળે થાક્યો’તો અમીટ મુજ ઇચ્છા-પ્રસરથી,

હતો ઇચ્છાઓએ જરઠ કરી મૂક્યાં ભીતરથી;
થયો ઇચ્છા-મૂંઠે વિફલ, શ્રમવ્યારામ કરીને;

ધીમે રહૈ ઇચ્છાનું વિતલ પૃથુ સંકેલી લીધ મેં
મહાજાવું, તંતુ, સતત મથી, અક્કેક કરીને

વીંટોવાળી મૂક્યું અભરાઈ પરે ઠેક ભરીને,
હવે નો વારો તે મન-વચનનો નક્કી કીધ મેં;

સમેટી વાણીનો લીધ પ્રથમ શબ્દાર્થલય મેં,
ઉતારી લૈ લીધો મુખરિ અલંકારક ધ્વનિ,

ગયો કે વાણીને તળ લગી મહામૌનની ભણી
બનાવ્યું ત્યાં મારા મન અખિલને નિર્દિષય મેં;

હવે જ્યારે ઇચ્છા, મન-વિષય-વાણી કશું નહીં,
નથી શૂન્યે પેલું; સભર બધું છે પૂર્ણ મૃદુથી!

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.