આજની યુવા પેઢીનું ચારિત્ર્ય ઘડતર, જીવનઘડતર કરવા તેમજ આપણા સાંસ્કૃતિક વારસાને જીવનમાં ઝીલે અને જીરવે એ માટે આ સંસ્થાએ પોતાના નવનિર્મિત ‘વિવેક’ભવનમાં આવી પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. 

મૂલ્યલક્ષી કેળવણી સેમિનાર : જુલાઈથી ઓક્ટોબર ૨૦૦૬ અને ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી શહેરની અને આસપાસના ગામડાંની વિવિધ શાળાઓના ૭ થી ૯ તથા ૧૧મા ધોરણના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટે ધ્યાન, પ્રાર્થના, ચિત્રપ્રદર્શન-નિરીક્ષણ, સંસ્થાના સંન્યાસીઓ અને જ્યોતિબહેન થાનકી દ્વારા જીવનમૂલ્યો, એકાગ્રતા પ્રાપ્તિ, અભ્યાસમાં સહાયક બાબતો વિશે માર્ગદર્શક પ્રશ્નોત્તરી અને ભાવિકોના પ્રતિભાવોનો કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ દરમિયાન ૭૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 

વ્યક્તિત્વ વિકાસ શિબિર : સપ્ટેમ્બરમાં રામકૃષ્ણ મિશન, દહેરાદૂનના અધ્યક્ષ સ્વામી નિર્વિકલ્પાનંદજીની નિશ્રામાં યોજાયેલ ત્રણ દિવસની શિબિરમાં દૃશ્ય-શ્રાવ્ય સાધનોની મદદથી સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ એટલે શું? તેનાં વિવિધ પાસાં, પંચશીલના સિદ્ધાંતો, વગેરેની વાત થઈ હતી. વિદ્યાર્થીઓ અને પ્રતિનિર્ધિઓની માગણી સાત દિવસની શિબિર યોજવાની હતી. 

સપ્તાહની સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ શિબિર: ૨૫થી ૩૧ મે સુધી ધો.૧૧-૧૨, કોલેજના ભાઈ-બહેનો માટે રામકૃષ્ણ મિશન, દહેરાદૂનના સંચાલકોની નિશ્રામાં દરરોજ ધ્યાન વિશે માર્ગદર્શન, દૃશ્ય સાધનો દ્વારા વ્યક્તિત્વ વિકાસનું સચિત્ર માર્ગદર્શન, જૂથચર્ચા, ચર્ચાનો નિષ્કર્ષ, વિદ્યાર્થીઓ દ્વારા વિચારોની આપલે અને અભિવ્યક્તિ, પ્રશ્નોત્તરી અને પ્રતિભાવો, એમ મળીને દરરોજનો ત્રણ કલાકનો કાર્યક્રમ રહેતો. કેશોદના ડેપ્યુટી કલેક્ટર પ્રવીણભાઈ અંતાણીના વરદ હસ્તે શિબિરાર્થીઓને પ્રમાણપત્ર અને પારિતોષિકો અપાયાં હતાં.

બાલ સંસ્કાર વર્ગ : ૧ મે થી ૩૧ મે સુધી ધો.૪ થી ધો.૭ના બાળકો માટે સવારના ૮.૩૦ થી ૧૧.૩૦ સુધી ૬૦ વિદ્યાર્થીઓના ‘બાલ સંસ્કાર વર્ગ’નું આયોજન થયું હતું. જેમાં વૈદિક મંત્રોચ્ચાર, ગીતાના શ્લોકનું પઠન, ભજનગાન, મહાપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો, બોધપ્રદ વાર્તાઓ અને રમતગમતનો કાર્યક્રમ રહેતો. પૂર્ણાહુતિ પ્રસંગે બાળકોને પારિતોષિકો અને પ્રણામપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ વર્ગના અનુસંધાને દરરવિવારે ધો.૪ થી ૭ના બાળકો માટે નિયમિત રીતે બાળસંસ્કાર કેન્દ્ર ચાલે છે.

વાર્ષિકોત્સવ : ૧૭ થી ૨૦ મે સુધી સાંજે રામકૃષ્ણ મિશન, નારાયણપુરના સચિવ સ્વામી નિખિલાત્માનંદજીનાં પ્રવચન; ૨૦ મેના રોજ વડોદારાના સચિવ, સ્વામી નિખિલેશ્વરાનંદજી, રામકૃષ્ણ મિશન, ઈટાનગરના સચિવ, સ્વામી વિશ્વાત્માનંદજી, રાજકોટના સ્વામી ધ્રુવેશાનંદજી, લીંબડીના સચિવ, સ્વામી આદિભવાનંદજીની નિશ્રામાં આધ્યાત્મિક શિબિર; અને તે જ દિવસે સાંજે એક જાહેરસભાનું આયોજન થયું હતું.

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.