રામકૃષ્ણ મિશન, લીંબડીની પ્રવૃત્તિઓ

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં ધો.૧૦ અને ૧૨ના ગુજરાત બોર્ડમાં આવેલ તેજસ્વી તારલાનું સન્માન સૌ.યુનિ.ના શ્રી ભદ્રાયુ વછરાજાનીની ઉપસ્થિતિમાં યોજાયું હતું; જેમાં ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે બલભદ્રસિંહ રાણા, શ્રી મનુભાઈ જોગરાણા ઉપસ્થિત હતા. અહીંના પુસ્તકાલયમાં બાલભારતી અને બાલપુસ્તકાલયનો પ્રારંભ કેળવણી નિરીક્ષક શ્રીહરેશભાઈ જોશીના વરદ હસ્તે થયો હતો. 

લીંબડી કેન્દ્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના છત્રીયાલ, ભૃગુપુર અને નઈ કટેચી ગામના અતિવૃષ્ટિગ્રસ્ત ૩૫ કુટુંબોને ફૂડપેકેટ આપવામાં આવ્યાં હતાં. 

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા રાહતકાર્ય

ગુજરાત રાજ્યમાં રાજકોટ આશ્રમ દ્વારા રાજકોટ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમજ પડધરી ગામમાં ૩૦૦ ફૂડપેકેટ તેમજ ૪૫ કીટનું વિતરણ થયું હતું. જામનગર જિલ્લાના દરેડ ગામમાં ૩૨૬ કુટુંબોમાં ૩ કિ. ખીચડી, ૫ કિ. લોટ, ૫૦૦ ગ્રા. તેલ, ૨ કિ. મીઠું, ૧ કિ. ખાંડ, ૩૦૦ ગ્રા. ચા, ૬ મીણબત્તી, બાકસ પેટી, શોલાપુરી ચાદર, પ્લાસ્ટિક શિટની એક એવી ૩૨૬ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન, પ.બંગાળ પૂરરાહત સેવાકાર્ય ૨૦૦૭-૨૦૦૮

૧૫ જુલાઈ, ૦૭ સુધીનો સંક્ષિપ્ત અહેવાલ

તાજેતરની અતિવૃષ્ટિએ પ. બંગાળમાં મિદનાપુર, હુગલી, બાંકુરા, હાવરા, તેમજ ગુજરાતના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને ઓરિસ્સાના ભુવનેશ્વરમાં સર્જેલી તારાજીમાં બેહાલ બનેલા પૂરપીડિતોને આ રીતે રાહત સેવા અપાઈ છે :

રામકૃષ્ણ મઠ, કોન્તાઈ દ્વારા પૂર્વ મિદનાપુરના નૈપુર વિસ્તારમાં ૨૦ ક્વિન્ટલ પૌઆ, ૪ ક્વિન્ટલ ખાંડ અને ૧૦ પેટી બિસ્કીટનું વિતરણ ૪૨૦૦ લોકોના ૬૦૦ કુટુંબોમાં થયું હતું અને હકીમપુરમાં પૌઆ, ખાંડ, બિસ્કીટનું વિતરણ ૩૨૦ કુટુંબોમાં કરવામાં આવ્યું હતું.

માયલ ઇચ્છાપુર કેન્દ્ર દ્વારા હુગલી જિલ્લાના બેઘર બનેલા ૪૪૯ કુટુંબોના ૩૪૬૯ લોકોને ઇચ્છાપુર આશ્રમમાં રાંધેલું અનાજ આપવામાં આવ્યું. ઇચ્છાપુરના ૩૨ ગામડાંના ૯૪૯૯ કુટુંબોના ૪૧૨૬૦ માણસોને ૨૮,૮૯૮ કિ. પૌઆ, ૨૮૯૯ કિ. ખાંડ, ૧૫૪ કિ. ગોળ, ૧૨,૫૨૭ બિસ્કીટના પેકેટ, ૩૭૭ લી. દૂધ, ૧,૦૫,૬૦૦ હેલોઝેન ટેબ્લેટ, ઉપરાંત ૨૫૧૧ વ્યાલ ઑફ જિઓલાઈમ, ૪૧૦ કિ. બ્લિચિંગ પાઉડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મિદનાપુર કેન્દ્ર દ્વારા પશ્ચિમ મિદનાપુર જિલ્લાના ઝાર ગ્રામના સાંકરેલ બ્લોકના ૧૪ ગામનાં ૧૫૪૯ કુટુંબોની ૫૧૯૦ વ્યક્તિઓને પૌઆ અને ગોળ આપવામાં આવ્યા હતા. ઘાટાલ મ્યુનિ. અને પ્રસાદચક તેમજ શ્રીમંતપુરના પેટા વિસ્તારોનાં ૧૨,૮૭૯ કુટુંબોના ૬૫,૫૧૬ વ્યક્તિઓમાં પૌઆ અને ગોળનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત નારાયણગઢ તાલુકાના કુશબાસનના ૧૧૧૧ કુટુંબોના ૪૮૨૬ વ્યક્તિઓને પૌઆ અને ગોળ અપાયા હતા. 

કામારપુકુર કેન્દ્ર દ્વારા હુગલી જિલ્લાના રાજહાતી ૧-૨, જગતપુર અને મારોખાના ગ્રામ પંચાયતના ખાનાકુલના બ્લોક નં.૨ના ૧૦ ગામનાં ૧૦૯૭૦ કુટુંબોની ૫૪૭૩૨ વ્યક્તિઓને ૧૨૦ ક્વિન્ટલ પૌઆ, ૨૮ ક્વિન્ટલ ગોળ અને બિસ્કીટ અપાયાં હતાં.

રામહરિપુર કેન્દ્ર દ્વારા રોનિયારા ગામના ૧૨૫ અસરગ્રસ્ત વ્યક્તિઓને ત્રણ દિવસ સુધી રાંધેલું અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું. 

શારદાપીઠ કેન્દ્ર દ્વારા હાવરા જિલ્લાના ઉદય નારાયણપુર વિસ્તારનાં ૧૪ ગામડાંનાં ૧૩૧૮ કુટુંબોની ૬૫૨૯ વ્યક્તિઓમાં ૫૩૦૦ કિ. ચોખા, ૧૨૦૦ કિ. દાળ અને ૨૨૫ પેકેટ બિસ્કીટનું વિતરણ થયું હતું.

બેલઘરિયા કેન્દ્ર દ્વારા પશ્ચિમ મિદનાપુર જિલ્લાના સાબાંગ બ્લોકના ૨-૫-૬ અને માસા ગ્રામ પંચાયતના ૧૨ ગામની ૫૯૨૨ વ્યક્તિઓને ૫૯૨૨ કિ. પૌઆ, ૫૯૨ કિ. ખાંડ, ૧૧૮૪૪ બિસ્કીટ પેકેટ, ૨ લાખ હેલોઝેન ટેબ્લેટ અને ૧૫૦ કિ. બ્લિચિંગ પાઉડર અપાયાં હતાં.

તમલુક કેન્દ્ર દ્વારા પશ્ચિમ મિદનાપુર જિલ્લાના પિંગલા અને સાબાંગ બ્લોકની ૧૧૫૦૦ વ્યક્તિઓને રાંધેલું અનાજ આપવામાં આવ્યું હતું.

ઓરિસ્સાના ભુવનેશ્વર કેન્દ્ર દ્વારા જાજપુર વિસ્તારના ૧૦૦૦ કુટુંબોમાં પૌઆ, ખાંડ, મીઠું, બિસ્કીટ, મીણબત્તી અને બાકસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Total Views: 39

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.