आसारवात-तुहिनातप-कर्दमेषु
भृत्या-भिधां – स्त्रिभुवनेश्वर मूर्तिभेदान् ।
आलोक्य कर्मकरणेन निपीड्यमानान्
हर्म्ये स्थितस्य विकरोति न मानसं मे ॥

આ સૂર્યતાપ-હિમ-કીચડમાં પડેલાં,
દારિદ્ય્રદુ:ખહત છે તવ જે સ્વરૂપો,
જોયાં સ્વકર્મફલદુઃખ થકી રિબાતાં,
તોયે ન હર્મ્ય વસતા મુજ ચિત્ત પીડા?

दुःखे निमज्य विलपत्सु परेषु यस्य
चित्तं नितान्तकठिनं द्रवते न किञ्चित् ।
नैकोऽपि निर्गलति बाष्पकणश्च यस्य
दृग्भ्यां स जीवति किमर्थमहं न जाने ॥

દુઃખે પડેલ વિલપંત જનો નિહાળી,
ને ચિત્ત કાંઈ દ્રવતું ન કઠોર જેનું;
જેને ન અશ્રુકણ એક ન આંખ આવે,
તે જીવતો ક્યમ હશે નવ જાણતો હું.

(‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્’, શ્લોક : ૧૨૦-૧૨૧)

Total Views: 49
By Published On: November 1, 2007Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.