શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજની શ્રદ્ધાંજલિ સભા

રામકૃષ્ણ મઠ અને મિશનના ચૌદમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ ૪ નવેમ્બર, ૨૦૦૭ને રવિવારે સાંજે ૫.૩૫ કલાકે બ્રહ્મીલીન થયા. તેમને શ્રદ્ધાંજલિ અર્પવા રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં ૧૬ નવેમ્બર, ૨૦૦૭ સવારે ૧૦.૩૦ કલાકે શ્રદ્ધાંજલિસભા યોજાઈ હતી. આ સભામાં આશ્રમના સંન્યાસીઓ, સૌ. યુનિ.ના કુલપતિ ડૉ. કમલેશ જોશીપુરા, સ્થાનિક ભક્તજનો અને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનાં – ભૂજ, જૂનાગઢ, ધાણેટી, આદિપુર, ઉપલેટા, જામનગર, ગાંધીનગર – કેન્દ્રોના પ્રતિનિધિઓએ એમને સ્મૃતિસુમન અર્પણ કર્યાં હતાં.

એ જ દિવસે સવારે ૭.૩૦ થી શ્રીમંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા, હવન યોજાયાં હતાં. આશ્રમના પટાંગણમાં ૧૦૦૦ જેટલા ભક્તજનોએ પ્રસાદ લીધો હતો. રાજકોટ શહેરના વિવિધ અનાથ-અપંગ બાલાશ્રમ, વૃદ્ધાશ્રમો અને ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોમાં પ્રસાદનું વિતરણ થયું હતું.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.