શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી

શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી અને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૫મી ડિસેમ્બર થી તા. ૯મી ડિસેમ્બર સુધી શાળાનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે દોડ, વક્તૃત્વ સ્પર્ધા, વેશભૂષા, સંગીત સ્પર્ધા, મુખપાઠ સ્પર્ધા, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધાઓમાં ૨૦ શાળાનાં ૩૫૦ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

સ્પર્ધાને અંતે પ્રથમ વિજેતા સિવાયના વિજેતા સ્પર્ધકોને પારિતોષિકો આપવામાં આવ્યાં હતાં. પ્રથમક્રમે આવના૨ને ૧૯મી જાન્યુઆરીએ પારિતોષિકો આપવામાં આવશે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી અને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમના ‘વિવેક હોલ’માં ધો. ૧/૨, ૩/૪, ૫-૬-૭, ૮-૯-૧૦, ૧૧-૧૨, પી.ટી.સી., સ્નાતક કક્ષાનાં એ વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે વક્તૃત્વ, મુખપાઠ, શિઘ્રચિત્ર, દેશભક્તિ ગીત સમૂહગાન, ભક્તિગીત સમૂહગાન, નાટક, વેશભૂષા, શીઘ્ર પ્રશ્નોત્તરી, જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. જેમાં રાજકોટની ૧૧૫ જેટલી શાળાઓનાં ૭૫૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

*તા. ૧૭મી ડિસેમ્બર ને શનિવારે, શ્રીશ્રીમાનો ૧૫૯મો જન્મજયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

આ દિવસે સવારે ૫ વાગ્યાથી મંગલાઆરતી, વિશેષ પૂજા, હવન, ભજન, અને શ્રીમાનાં જીવન અને કવન વિશે સંન્યાસીઓનાં વ્યાખ્યાનોનો કાર્યક્રમ યોજાયો હતો. બહોળી સંખ્યામાં ભક્તજનોએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો અને પ્રસાદનો લાભ લીધો હતો.

* તા. ૧૮મી અને રવિવારે સવારે અપંગ, અશક્ત, નિરાધાર અને વૃદ્ધાશ્રમમાં રહેતાં ભાઈ-બહેનો માટે ‘નારાયણ સેવા’ દ્વારા શહેરની ૧૫ જેટલી વિવિધ સંસ્થાના ૨૦૦૦ લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

* શ્રીરામકૃષ્ણ આશ્રમ, હોસ્પિટલના વિવિધ કાર્યક્રમો: ગુણેશ્વર મંદિર, રાજકોટમાં યોજાયેલા નેત્ર ચિકિત્સા કેમ્પમાં ૧૩ નવેમ્બરના રોજ ૧૪૮ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને ૫૯ દર્દીઓના મોતિયાનાં ઓપરેશન થયાં હતાં.

તક્ષશિલા વિદ્યાલય, રાજકોટમાં યોજાયેલા નેત્ર ચિકિત્સા કેમ્પમાં ૨૭ નવેમ્બરના રોજ ૧૮૮ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને ૫૪ દર્દીઓના મોતિયાનાં ઓપરેશન થયાં હતાં.

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં નવેમ્બર માસ દરમિયાન યોજાયેલા નેત્ર ચિકિત્સા કેમ્પમાં ૩૭ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને ૩૭ દર્દીઓના મોતિયાનાં ઓપરેશન થયાં હતાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલા નેત્રચિકિત્સા કેમ્પમાં ૪ ડિસેમ્બરે ૧૦૦ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને ૨૨ દર્દીઓના મોતિયાનાં અને ૨૮ આંખનાં અન્ય ઓપરેશન થયાં હતાં.

બજરંગવાડી, રાજકોટમાં યોજાયેલા નેત્ર ચિકિત્સા કેમ્પમાં ૧૧ ડિસેમ્બરે ૧૨૭ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને ૨૫ દર્દીઓના મોતિયાનાં અને ૧ અન્ય ઓપરેશન થયાં હતાં.

ગુજરાત ભાવપ્રચાર પરિષદ સંમેલન

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ, ગુજરાતનું વાર્ષિક અધિવેશન ૧૦-૧૧ ડિસેમ્બરે સ્વામી વિવેકાનંદ સેવાકેન્દ્ર, જૂનાગઢના યજમાનપદે અનંત ધર્માલય, જૂનાગઢમાં યોજાયું હતું. શ્રીરામકૃષ્ણ મઠ મિશનના પ્રતિનિધિ સ્વામી વિશ્વાત્માનંદજી, પરિષદના અધ્યક્ષ સ્વામી આદિભવાનંદજી, ઉપાધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી અવ્યયાત્માનંદજી, સ્વામી સર્વસ્થાનંદ તેમજ ૯ સભ્ય અને ૭ આમંત્રિત કેન્દ્રોના ૨૨ ટ્રસ્ટી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ બે સત્રમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જયંતી મહોત્સવની માહિતી અપાઈ અને એ વિશે ચર્ચા વિચારણા થઈ. કેન્દ્રોએ ગતિશીલતા સાથે ભાવપ્રચારના કાર્યમાં લાગી જવાની શીખ ઉપસ્થિત સ્વામીજીઓએ આપી હતી.

૨૦૦ શ્રોતાજનો માટેના જાહેર કાર્યક્રમમાં સ્વામીજીના જીવનકાર્ય વિશે ચર્ચા થઈ હતી. ૧૫૦ જેટલાં ભક્તો માટેના ભક્તસંમેલનમાં આધ્યાત્મિક પ્રશ્નો અને તેના ઉત્તરો દ્વારા ભક્તોની જિજ્ઞાસા સંતોષાઈ હતી. આ પ્રસંગે ધ્વજવંદન તેમજ શોભાયાત્રા પણ યોજાયાં હતાં.

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.