(ગતાંકથી આગળ)

न हि प्रपश्यामि ममापनुद्याद् यत् शोकमुच्छोषणमिन्द्रयाणाम् ।
अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥८॥

અર્જુન કહે છે કે, ‘મારી ઈન્દ્રિયોને શ્રીકૃષ્ણના મુખ પરનું એ સ્મિત દર્શાવે છે. દઝાડનાર શોકને દૂર કરે તેવું પૃથ્વી પરનું સમૃદ્ધ તમારા મનની તનાવભરી સ્થિતિ હોય ત્યારે, રાજ્ય કે સ્વર્ગના દેવો પરનું આધિપત્ય મને તમારે મુખે સ્મિત રમે નહીં. ને હસો તો પણ, દેખાતું નથી.’

न हि प्रपश्यामि, ‘મને દેખાતું નથી;’ अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं, ‘અજોડ સમૃદ્ધિવાળું પૃથ્વી પરનું રાજ્ય,’ सुराणामपि चाधिपत्यम् , સ્વર્ગમાં વસતા દેવો પ૨નુ આધિપત્ય,’ ममापनुद्यात् यत् शोकं उच्छोषणं इन्द्रियाणाम्, ‘મારી ઈન્દ્રિયોને દઝાડનાર શોકને દૂર કરે તેવું.’

શોક આપણા ઈન્દ્રિયતંત્રને બાળીને ખાક કરી પોતાની આસપાસના પર્યાવરણ ઉ૫૨ પૂરો અંકુશ નાખે. તમારામાંથી કોઈને આ અનુભવ થયો પણ ધરાવતા પ્રચંડ ચિત્તનું એ લક્ષણ. આમ, મૃદુ હોય. ‘હું આવી વિકટ પરિસ્થિતિમાં છું,’ એમ હાસ્ય વડે જગતના કોયડાઓનો અને તનાવોનો અર્જુન કહે છે. પછી શું બન્યું તે સંજય કહે છે. એ સામનો કરે છે અને, એના દ્વારા માનવ પછીથી શ્રીકૃષ્ણનો વાર્તાલાપ આરંભાય છે.

सञ्जय उवाच –

एकमुक्त्वा हृषीकेशं गुडाकेश: परन्तप:।
नयोत्सय इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह।।9।।

સંજય બોલ્યો : શ્રીકૃષ્ણને આમ કહ્યા પછી અર્જુન બોલ્યો, ‘હું લડવાનો નથી.’ અને પછી રથમાં શાંત બેઠો રહ્યો.

પછી શ્રીકૃષ્ણે શું કર્યું ?

तमुवाच हृषीकेश: प्रहसन्निव भारत।
सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वच: ।।10।।

પરિસ્થિતિ ઉપર શ્રીકૃષ્ણનો પૂરો અંકુશ હતો. અર્જુનની જેમ એ મૂંઝાઈ ગયા ન હતા.

જ્યાં જ્યાં એ આત્મસંયમ અને આત્મવશતા છે ત્યાં ત્યાં મન સ્વયંસ્ફુરિત અને સ્વાભાવિક હોય છે; ત્યાં મુખ પર હાસ્ય પ્રગટ થાય છે. એ સંજોગોમાં અર્જુન હસી શકતો ન હતો. આજુબાજુના સંજોગો પરનું પ્રચંડ આધિપત્ય એ હાસ્ય સ્વભાવિક નહીં પણ, પરાણે મચકોડેલું એ હશે. શિશુનું હાસ્ય જુઓ, કેટલું સુંદર ને કેટલું સ્વાભાવિક હોય છે ! મોટા થતા જઈએ તેમ આપણે એ શક્તિ ગુમાવીએ છીએ. પણ તેમ છતાં, આપણું હાસ્ય સ્વાભાવિક, સ્વયંસ્ફુરિત હોઈ શકે. પણ આપણે દુઃખમાં હોઈએ તો, કશું સ્મિત આવશે નહીં. શ્રીકૃષ્ણનું આ હાસ્ય એમના ચિત્તનું અચલ લક્ષણ હતું. ચિત્તને એ શાતા અને સ્વસ્થતા બક્ષે છે. અતિશય વિકટ પરિસ્થિતિનો સામનો કરી પોતાની આસપાસ શ્રીકૃષ્ણે શાંતિ સ્થાપ્યાનાં અનેક દષ્ટાંતો મહાભારતમાં છે. प्रहसन्निव શબ્દપ્રયોગનો અર્થ છે, ‘જાશે કે હસીને.’ અહીં આગળથી, બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણનું નિરૂપણ જોવા મળે છે; ૧૧ થી ૩૮ સુધીના શ્લોકમાં જુદી જુદી દલીલો વડે તેઓ અર્જુનને લડવા પ્રેરે છે. અર્જુન ક્ષત્રિય છે. એની પ્રકૃતિ જ એવી છે કે, એણે આ આપત્તિનો સામનો કરવો પડે. યુદ્ધ જીતવા માટે સૌ એની ઉપર આધાર રાખે છે. આ માટે, કેટલીક અધ્યાત્મતત્ત્વલક્ષી અને કેટલીક પૂરી સાંસારિક દલીલો વડે પોતાનો ધર્મ સાચું સ્વરૂપ એ છે. આત્મા અજન્મા છે, અમર છે. આ અનુભવાતીત દર્શનની વાત કરીને, શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવા સમજાવે છે. પણ અર્જુનને આ દલીલો પ્રભાવિત કરી શકતી નથી. એટલે પછી, શ્રીકૃષ્ણ પોતાનું આગવું જીવનદર્શન આપે છે; એને આશ્રયે આપણે સૌ જીવનસંગ્રામ કરી શકીએ છીએ અને જીવનના પડકારોને ઝીલી શકીએ છીએ.

૩૯મા શ્લોકથી આગળ શ્રીકૃષ્ણ જે વ્યવહારુ વેદાંતના તત્ત્વદર્શનનું નિરૂપણ કરવાના છે તે બધા લોકો માટે શકય છે. મનુષ્ય જીવનના અને મનુષ્ય વિકાસના તત્ત્વદર્શનનું શ્રીકૃષ્ણનું એ મૌલિક પ્રદાન છે. આમાંનું પ્રથમ તમને કર્મ કરવા નહીં દે, પ્રશ્નોનો સામનો કરવા નહીં દે. પ્રથમ ભાગનું દર્શન અર્જુનને યુદ્ધમાંથી નાસી જવા પણ ઉત્તેજન આપે. ‘હું સાધુ થઈ જાઉં’ એવું તારણ એ ફિલસૂફી પરથી નિષ્પન્ન થાય. શ્રીકૃષ્ણ એને સાંખ્ય કહે છે. એ શબ્દનો અર્થ અહીં એ નામની દર્શનશાખા નથી પણ, જ્ઞાનમાર્ગ છે, नेति नेति – ‘આ નહીં, આ નહીં’ – નો છે, જગત મિથ્યા છે. આત્મા જ સત્ય છે, અમર છે. એનો જ સાક્ષાત્કાર કરો; આ બધી ઉપાધિમાં પડવાની જરૂર શી છે ? એ દર્શનનું આ તારણ કાઢી શકાય. એને આધારે તમારે કર્મ કરવાનું નથી, તમે પ્રશ્નોનો સામનો કરી શકવાના નથી, તમે યુદ્ધ લડી શકવાના નથી. એટલે એથી અર્જુનને યુદ્ધની આવશ્યકતા સમજાતી નથી.

તેથી કર્મ કરતાં કરતાં નરનારી આધ્યાત્મિક ઓળખવાનું અર્જુનને શ્રીકૃષ્ણ કહે છે. ને એ અનુભૂતિ ઝંખે એવું વ્યવહારુ વેદાંતનું નવું દર્શન અધ્યાત્મતત્ત્વલક્ષી દલીલો વૈરાગ્યચિંતન કે શ્રીકૃષ્ણને આવશ્યક જણાય છે; અને આ દર્શન જ્ઞાનમાર્ગ પર આધારિત છે; એ માર્ગ સંસારને તેઓ પોતે જ વિકસાવે છે. લાખો લોકો માટે નકારે છે અને, આત્મા નિરાસક્ત અને મુક્ત છે પ્રવૃત્તિમય જીવનનો, પ્રયાસનો, જીવનના એવી અનુભવાતીત અનુભૂતિમાં માને છે. સૌનું અભિગમનો એ આધાર છે. (ક્રમશઃ)

Total Views: 259

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.