यावद्वित्तोपार्जनसक्त स्तावनिजपरिवारो सक्तः ।
पश्चाज्जीवति जर्जरदेहे वार्ता कोऽपि न पृच्छति गेहे ॥
જ્યાં સુધી (માણસ) ધન કમાવામાં લાગેલો છે, ત્યાં સુધી તેનો પોતાનો પરિવાર તેનામાં પ્રેમ રાખે છે. પછી જર્જરિત થયેલા દેહથી જીવે છે ત્યારે ઘ૨માં કોઈ ખબર-અંતર પણ પૂછતું નથી !
यावत्पवनो निवसति देहे तावत्पृच्छति कुशलं गेहे ।
गतवति वायौ देहापाये भार्या बिभ्यति तस्मिन्काये ॥
જ્યાં સુધી શ૨ી૨માં પ્રાણ રહે છે, ત્યાં સુધી ઘરમાં (સહુ) કુશળ પ્રશ્ન પૂછે છે. જ્યારે વાયુ ચાલ્યો જાય છે અને દેહ પડી જાય છે, ત્યારે તે શ૨ી૨ જોઈને તેની પત્ની (પણ) ડ૨ પામે છે !
दिनयामिन्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः ।
काल: क्रीडति गच्छत्यायुस्तदपि न मुञ्चत्याशावायुः ।।
દિવસ અને રાત, સવાર અને સાંજ, શિશિર અને વસંત (જાય છે અને) ફરી આવે છે, કાળ રમત ૨મે છે, આયુષ્ય ચાલ્યું જાય છે, તો પણ (મનુષ્ય) આશાનો વાયુ છોડતો નથી. અંગ ગળી ગયું, માથે પળિયાં આવ્યાં, મુખ દાંત વિનાનું થયું, ઘરડો માણસ લાકડી લઈને ચાલે છે, તો પણ આશાનો પિંડ છોડતો નથી.
अङ्गं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् ।
वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम् ॥
(‘મોહમુગર સ્તોત્ર’, શ્લોક – ૫, ૬, ૧૨, ૧૫)
Your Content Goes Here