ॐ अहं रुद्रेभिर्वसुभिश्चराम्यहमादित्यैरुत विश्वदेवैः ।
अहं मित्रावरुणाभा बिभर्म्यहमिन्द्राग्नी अहमश्चिनोभा ॥1॥

હું સચ્ચિદાનંદમયી સર્વાત્મા દેવી રુદ્ર, વસુ, આદિત્ય તથા વિશ્વદેવોના રૂપમાં વિચરું છું. હું જ મિત્ર અને વરુણ – બંનેને, ઇન્દ્ર અને અગ્નિને તથા બંને અશ્વિનીકુમારોને ધારણ કરું છું.

अहं सोममाहनसं बिभर्म्यहं त्वष्टारमुत पूषणं भगम् ।
अहं दधामि द्रविणं हविष्मते सुप्राव्ये यजमानाय सुन्वते ॥2॥

હું જ શત્રુઓનો નાશ કરનારા, આકાશમાં વિચરનારા દેવતા સોમને, ત્વષ્ટા પ્રજાપતિને તથા પૂષા અને ભગને પણ ધારણ કરું છું. જે હવિષ્યથી સંપન્ન થઈને દેવતાઓને ઉત્તમ હવિષ્યની પ્રાપ્તિ કરાવે છે તથા તેમને સોમરસ વડે તૃપ્ત કરે છે તે યજમાન માટે હું જ ઉત્તમ યજ્ઞનું ફળ અને ધન આપું છું.

अहं राष्ट्री सङ्गमनी वसूनां चिकितुषी प्रथमा यज्ञियानाम् ।
तां मा देवा व्यदधुः पुरुत्रा भुरिस्थात्रां भूर्य्यावेशयन्तीम् ॥3॥

હું સમસ્ત વિશ્વની અધીશ્વરી, પોતાના ઉપાસકોને ધનની પ્રાપ્તિ કરાવનારી, સાક્ષાત્કાર કરવા લાયક પરબ્રહ્મને પોતાનાથી અભિન્નરૂપે જાણનારી અને પૂજનીય દેવતાઓમાં મુખ્ય છું. હું પ્રપંચરૂપે અનેક ભાવોમાં રહેલી છું. સઘળાં ભૂતોમાં મારો પ્રવેશ છે. અનેક સ્થાનોમાં રહેનારા દેવતાઓ જ્યાં ક્યાંય પણ જે કંઈ પણ કરે છે તે બધું મારા માટે કરે છે.

(‘ઋગ્વેદોક્ત દેવીસૂક્ત’, શ્લોક ૧ થી ૩)

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.