શ્રીરામકૃ ષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો
૨૮ જાન્યુઆરી, ૧૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં શ્રીશ્રી સરસ્વતી પૂજાનું આયોજન થયું હતું.
સવારના મંગળ આરતી પછી વિશેષ પૂજા, ભજન, પુષ્પાંજલિ, હવનના કાર્યક્રમમાં ભાવિકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ભોગ આરતી પછી બહોળી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લીધો હતો.
૧૮ ફેબ્રુઆરીને શનિવારના રોજ સાંજના ૪.૦૦ વાગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેકહૉલમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને સ્વામી રઘુવીરાનંદજી અને સ્વામી મંત્રેશાનંદજીના વરદ્ હસ્તે પારિતોષિકો અપાયાં હતાં.
વિવેકહૉલમાં ૧૯ ફેબ્રુઆરીએ સાંજના ૭.૩૦ વાગ્યે કોચીના સ્વામી વિનિમુક્તાનંદજીની ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.
૨૦ ફેબ્રુઆરીના રોજ રાતના ૯.૦૦થી શ્રી મંદિરમાં મહાશિવરાત્રી પૂજાનું આયોજન થયું હતું. બહોળી સંખ્યામાં ભક્તજનોએ આ પૂજા મહોત્સવમાં ભાગ લીધો હતો.
૨૩ ફેબ્રુઆરીને ગુરુવારે ભગવાન શ્રીરામકૃષ્ણ દેવની ૧૭૭મી પાવનકારી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં સવારના ૫ વાગે શ્રીમંદિરમાં મંગળાઆરતી, વેદપાઠ, સ્તોત્રપાઠ અને ધ્યાનના કાર્યક્રમ પછી ૮ વાગે આશ્રમના પ્રાંગણમાં શ્રીઠાકુર, શ્રીશ્રીમા અને સ્વામીજીની શણગારેલી પાલખીઓ સાથે એક શોભાયાત્રાનું આયોજન થયું હતું. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો હતો. ત્યારપછી શ્રીમંદિરમાં વિશેષપૂજા, ભજન, પુષ્પાંજલિ, હવન અને ભજનના કાર્યક્રમો યોજાયા હતા. બપોરે ભોગ આરતી પછી ૨ હજાર જેટલા ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજના ૫.૪૫ વાગે શ્રીમંદિરમાં શ્રીરામકૃષ્ણ નામસંકીર્તન અને રામકૃષ્ણસંઘના સંન્યાસીઓ દ્વારા પ્રવચન થયાં હતાં.
૨૬ ફેબ્રુઆરીને રવિવારે સાંજે વિવેકહોલમાં એસ.એન.કે શાળાના વિદ્યાર્થીઓએ રામકૃષ્ણદેવનાં જીવનઅને સંદેશ પર એક નાટચપ્રયોગ રજુ કર્યો હતો.
રામકૃષ્ણ મિશન, વડોદરામાં સ્વામી વિવેકાનંદ ૧૫૦મી જન્મજયંતી ના વિવિધ કાર્યક્રમો
રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં યોજાયેલ લેખિત શીઘ્રપ્રશ્નોત્તરી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગુજરાતભરની ૧૦૬૬ શાળાઓના ૮ થી ૧૨નાં ૫૪, ૮૪૦ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એમાંથી દરેક જિલ્લાના પ્રથમ, દ્વિતીય, તૃતીય અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીયક્રમે આવનાર કુલ ૮૮ વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી રમણલાલ
વોરા, ગુજરાત રાજ્યના ટુરિઝમ, ફંડ અને સિવિલ સપ્લાય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી જિતેન્દ્ર સુખડિયા વડોદરાના સાંસદ શ્રી બાલકૃષ્ણ શુક્લ, મહારાષ્ટ્ર સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ મુળાલીંદવી પુન અને શ્રીમતી જ્યોતિબેન પંડચા (મેયરશ્રી વડોદરા)ના વરદ હસ્તે ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ સર સયાજી નગરગૃહ વડોદરામાં યોજાયેલા સમારંભમાં પારિતોષિપે મોમેન્ટો અપાયા હતા. આ પ્રસંગે શ્રી રમણલાલ વોરાએ જાહેર કર્યુ હતું કે આ આખુ વર્ષ યુવાવર્ષ તરીકે સમગ્ર ગુજરાતમાં વિશાળ પાયે ઉજવાશે. આ પ્રસંગે ઘણા રસપ્રદ અને પ્રેરક કાર્યક્રમો રામકૃષ્ણ મઠ-મિશનની સંસ્થાઓના સહકારથી યોજાશે. તેમણે આવી સ્પર્ધામાં
ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ તેમજ આ સંસ્થાએ આટલી મોટી જવાબદારી સ્વીકારીને જે આયોજન કર્યું તે માટે સંસ્થાનો આભાર માન્યો હતો.
મંત્રીશ્રી જિતેન્દ્ર સુખડિયાએ સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક સંન્યાસી તરીકે જે તે સ્થળે ગુજરાતમાં આવ્યા હતા, રહ્યા હતા એ બધાં સ્થળની એક વિશાળ રથયાત્રા કાઢવાની એક યોજના સરકારે વિચારી છે એમ જણાવ્યું. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ જાહેર સભાઓ, યુવાશિબિર, સોમનાથ જેવાં સ્થળોએ સ્વામી વિવેકાનંદની પ્રતિમા મુકવાનું પણ આયોજન એમ કહ્યું. આ માટે રાજ્યકક્ષાની, જીલ્લા કક્ષા અને તાલુકા કક્ષાની એક- એક સિમિત પણ રચાઈ ગઈ છે.
સંસ્થાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ મહેમાનો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતુ તેમજ ૧૮૯૨માં સ્વામી વિવેકાનંદની પદરજથી ગુજરાતની ભૂમિ પાવન બની હતી એની સંક્ષેપમાં વાત કરી.
રામકૃષ્ણ મિશન, લીંબડીમાં યોજાયેલ ભક્તમિલન સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના પ્રસંગે ચાર શાળાના પાંચહજાર વિદ્યાર્થીઓને સંસ્થાના સચિવ સ્વામી આદિભવાનંદજીએ, સ્વામી વિવેકાનંદના જીવનસંદેશની પ્રેરક વાતો કરી હતી.
૧૮ માર્ચને રવિવારે સવારે ૯ થી ૧૨:૩૦ સુધી લીંબડીમાં એક ભક્ત સંમેલન યોજાયું હતું. રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી કાર્યક્રમનો પ્રારંભ થયો. સ્વામી હરેષાનંદે ભજન, પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. સંસ્થાના સચિવ આદિભવાનંદજીએ પરિચય અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત રામકૃષ્ણ સેવાશ્રમ કાશીના સ્વામી વરિષ્ઠાનંદજીએ સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ અને આપણા ઠાકુર વિશે પ્રવચન આપ્યું હતું. આણંદના શ્રી નટુભાઈ પટેલ, શ્રી જયંતીભાઈ પારેખ, પ્રાથમિક શાળા નં. ૧૦ના શિક્ષક શ્રી હરેશભાઈ, શ્રીમતી રસિલાબેન ઝાલાએ પ્રાસંગિક પ્રવચનો આપ્યાં હતાં.
આ પ્રસંગે બ્રહ્મચારી વિશ્વભર અને રાજકોટના સ્વામી મંત્રેશાનંદજીએ શ્રીમા અને ઠાકુર વિશે પ્રવચન આપ્યાં હતાં. રાજકોટના શ્રી જીતુભાઈ અંતાણીએ ભજનો રજૂ કર્યાં હતાં. આભાર દર્શન શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું.
Your Content Goes Here