સ્વામી વિવેકાનંદની વાણીમાં ‘ધર્માેના તુલનાત્મક અધ્યયન’ની ભાવિ જ્ઞાનશાખાની છડી પોકારાઈ રહી હોવાની વાત આપણે આગલા લેખોમાં કરી ગયા છીએ. હવે તે વિશે થોડી વધુ વાતો કરવાનો આ લેખનો ઉદૃેશ છે.

આ વિષયનો પાયો ઓગણીસમી સદીના ઉારાર્ધમાં ઓક્સફર્ડ યુનિ.માં નંખાયો હતો. ત્યારથી માંડીને આજ સુધીમાં એનું ઠીક ઠીક ખેડાણ થયું છે. ‘સેક્રેડ બુક્સ ઓફ ધ ઈસ્ટ’નું પ્રકાશન, એનું અધ્યયન તેમજ માનવવંશ શાસ્ત્રનો વિકાસ – આ બે પરિબળોએ ઓક્સફર્ડના વિદ્વાનોને ઉદૃીપન પૂરું પાડયું.

જો કે આવા શિક્ષણની શરૂઆત ભારતને બદલે આશ્ચર્યકારક રીતે યુરોપની ભૂમિ ઉપર યુરોપિયનો દ્વારા જ થઈ છતાં ખુશીની વાત એ છે કે ભારતના એક સાચા બ્રાહ્મણે એ યુરોપની ભૂમિમાં પણ આ વિષયનું ગુરુપદ પ્રાપ્ત કર્યું છે. એ છે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્! જ્યારે મનુએ કહેલું કે ‘કોઈપણ દેશના વાસીએ ભારતમાં આવીને વિદ્યા મેળવવી.’ ત્યારે કદાચ તેમનો ઊંડો આશય એ પણ હશે કે ભારતના યુગાનુરૂપ વિવેકાનંદ-રાધાકૃષ્ણન્ વગેરે સાચા બ્રાહ્મણો ભારતની બહાર જઈને પણ યુગાનુરૂપ ભાષામાં યુગાનુરૂપ ઉપદેશ આપશે.

ધર્માે અને તવજ્ઞાનનું તુલનાત્મક અધ્યયન પૂર્વગ્રહરહિત પક્ષપાત વિના તેમજ રચનાત્મક રીતે કરવામાં આવતાં એનાં આશ્ચર્યકારક રીતે ઘણાં સારાં પરિણામો આવ્યાં છે. આવું અધ્યયન પ્રાચીન કાળમાં મહાન ધર્મપંથોના વિકાસ અને તેમનાં તવોને પ્રકાશમાં લાવે છે. તેમજ ધર્માેની પારસ્પરિક સમાનતા અને અસમાનતા દર્શાવીને આપણને વધુ સારી રીતે સમજવાની તક પૂરી પાડે છે. આપણે પહેલાં બધા ધર્માેની વચ્ચે રહેલી સમાનતા અને વિભિન્નતા તરફ નજર કરીએઃ

કોઈપણ ધર્મનાં તવોનું પૃથક્કરણ કરતાં સામાન્ય રીતે વિશ્વસર્જનના મૂળતવનો પ્રશ્ન આપણી સામે આવે છે, આપણી સામેની આ ભવ્યરમણીય કુદરત! ઉપર સૂર્ય – ચંદ્ર – તારામંડળ વિશાલ ગગન અને નીચે રસાલ ધરતી!! આવા વિશ્વનો ઇતિહાસ શો હશે?

વિશ્વના દરેક ધર્મે પોતાની સૃષ્ટિ પ્રક્રિયામાં આનો પોતપોતાની રીતે ઉાર આપ્યો છે. એ ઉાર ઉપરથી વળી બીજો પ્રશ્ન થાય છે કે આવા વિશ્વનું મૂળ – બીજ – કારણ કયું છે? ઉાર મળે છેઃ એ બીજ તે ઈશ્વર! તો વળી પ્રશ્ન કે એ ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? આ પ્રશ્નની સાથોસાથ જ માણસના સ્વરૂપનો પ્રશ્ન પણ ઉદ્ભવે છે. કારણ કે માનવ, જગતનું સૂક્ષ્મતમ સ્વરૂપ જ છે! માનવ અને જગત વચ્ચે શો સંબંધ છે?

માનવ અને સર્જનહાર વચ્ચે શો સંબંધ છે? વળી સૌને સ્પર્શતો બીજો પણ એક સવાલ એ છે કે માનવની મરણ પછી શી દશા થાય છે? આસ્તિક અને નાસ્તિક વચ્ચે શો ફરક છે? એ બધાનો ઉાર પણ દરેકે દરેક ધર્મે પોતપોતાની રીતે આપ્યો છે. આમ આપણે જોઈએ છીએ કે વિશ્વના દરેક ધર્મમાં ઈશ્વર સ્વરૂપ, સૃષ્ટિમીમાંસા, જીવાત્મા, મરણોાર સ્થિતિ, વગેરે વિષયો પોતપોતાની રીતે વર્ણવાયા છે. એટલે સર્વધર્માેમાં વર્ણ્ય વિષયો તો સરખા જ છે.

દરેક ધર્મ એમ માને છે કે પોતાનો અનુયાયી ઉામ, ઉદા હોવો જોઈએ. એટલે કે તે માત્ર ઈશ્વર – આત્મા – જગત – મુક્તિ વગેરે ખ્યાલોમાં જ રાચતો ન હોય પણ વર્તનમાં શિષ્ટ અને સદાચારશીલ હોવો જોઈએ. દરેક ધર્મસ્થાપક પેગમ્બર કે અવતારી પુરુષે પોતાના અનુયાયીઓ માટે સદાચરણના નિયમો અને એના માર્ગદર્શક સિદ્ધાંતો ઘડયા છે. અને બધા ધર્માેની એ આચારસંહિતાઓ તો વૈશ્વિક જ છે. એ વર્તનતરાહો તો સાર્વત્રિક જ છે! દા.ત. સત્ય, શુચિતા, નમ્રતા, ન્યાય, મનુષ્યો અને પ્રાણીઓ પર દયા, ધૈર્ય, પ્રેમ, દાન વગેરે વગેરે…

કોઈ પૂછે કે, બધા ધર્માે નૈતિક અને સદાચારી જીવન પર શા માટે ભાર મૂકતા હશે? ઉાર એ છે કે એનાથી મલિન મન સ્વસ્થ થાય છે અને એવા મનમાં- નિર્મળ અને પવિત્ર મનમાં – ઈશ્વરનું પ્રતિબિંબ સ્પષ્ટ રીતે પડી શકે છે. એના ઉપર ઈશ્વરી ગુણો સ્પષ્ટ રીતે ઝીલાય છે. નીતિપાલન અને શિષ્ટ વર્તન – એ બંને આધ્યાત્મિક અનુશાસનની સાથોસાથ જ માનવજીવનમાં ચાલવાં જોઈએ. તો જ ધાર્મિક જીવન સફળ બને. આધ્યાત્મિક ઉન્નતિ મેળવવા માટે માણસ બહાર ને ભીતર – બંને બાજુએ અનિવાર્ય રીતે નિર્મળ હોવો જોઈએ. બાહ્યા નિર્મળતા તો સ્નાનાદિથી થાય પણ ભીતરી નિર્મળતા તો બાહ્યા નિર્મળતા કરતાં અનેકાનેક ગણી જરૂરી છે અને એ તો નીતિમય સદાચરણથી જ પ્રાપ્ત થઈ શકે છે. દરેક ધર્મે આવી નીતિમયતા અને વર્તનભાત દર્શાવી જ છે. દરેક ધર્મને એવા વિધિનિષેધો હોય છે જ.

હવે આધ્યાત્મિક જીવનની સફળતા માટે નીતિનિયમના પાલનની અને શિષ્ટ વર્તનની જરૂર જ હોય તો એ આધ્યાત્મિક જીવન પોતે જ શું છે? ઉાર એ છે કે આધ્યાત્મિક જીવન એટલે આત્માનું જીવન! અર્થાત્, આપણા શરીર – મનથી ઉપર જે આત્મા છે, એની હસ્તી ને તો બધા ધર્માે સ્વીકારે જ છે. બધા ધર્માે કહે છે કે માણસમાં આત્મા નામનું એક અવિનાશી તવ રહેલું છે. એ ચૈતન્ય મનુષ્ય શરીરના મરણ સાથે મરી જતું નથી. એ અજરામર છે. બધા જ ધર્માે જુદી જુદી ભાષામાં કહે છે કે આત્મા સ્વભાવતઃ નિર્મળ અને પૂર્ણ છે પરંતુ માણસે પોતે જ એને મલિન બનાવ્યો છે કારણ કે માણસ આધ્યાત્મિક નિયમ પાલનમાં બેવફા બની ગયો. મનને વશ થઈ આત્માને માણસે જ અપૂર્ણ બનાવી દીધો છે. કેટલાક ધર્માે આ બેવફાઈને ‘ઈશ્વરી કાનૂનનો ભંગ’ – એવું નામ આપે છે. સાધારણ માણસ પણ આ વાત જાણે તો છે પણ સમજતો – માનતો નથી! એનું કારણ એના શરીર – મનની મર્યાદા છે. આ મર્યાદા એના આત્મદર્શનને ઢાંકી દે છે. પણ માણસ સાધના દ્વારા એ ઢાંકણ ઉઘાડીને આત્મદર્શન કરી શકે છે. એવી એની ક્ષમતા છે જ.

આ આત્માની ઓળખ માટે હિન્દુ ધર્મમાં પદ્ધતિ બતાવેલી છે. એ દ્વારા મનનું સ્વરૂપ અને એને થતા જ્ઞાનનું સ્વરૂપ નિરૂપાયું છે અને એને પરિણામે ક્રમશઃ માનસશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્રનો વિકાસ થયો છે.

અહીં એ નોંધવું રહ્યાું કે બૌદ્ધ ધર્મ આત્માને નિત્ય – કૂટસ્થ માનતો નથી. એટલે એ ધર્મમાં આત્માની ઓળખને કોઈ સ્થાન નથી. અન્ય રીતે એ ઉપદેશે છે કે મનુષ્યે જીવનનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે આત્મા નહિ પણ આત્મા (વિજ્ઞાન)ની ક્ષણિકતા પિછાણી લેવી જોઈએ.

ધર્માે કહે છે કે માનવ આત્માએ આધ્યાત્મિક અને નૈતિક નિયમોનો ભંગ કરીને પોતાની નિર્મળતા અને પૂર્ણતા ગુમાવી દીધાં છે. પણ સાથોસાથ એવું યે કહે છે કે એ ગુમાવેલી પૂર્ણતા અને નિર્મળતાને પાછો પ્રાપ્ત કરી લેવાના માર્ગાે પણ છે જ. દરેક ધર્મ પોતપોતાની રીતે એ માર્ગ બતાવે પણ છે. ઈશ્વરની ઉપાસના કરી એને પ્રસન્ન કરવાનો પહેલો માર્ગ છે. ઈશ્વરના આદેશને વફાદાર રહીને જ ઉપાસના કરવી જોઈએ. આવી ઉપાસના મૂર્તિ વગેરે બાહ્ય સાધનોની મદદથી પણ થઈ શકે અને સઘળાં બાહ્ય સાધનો વગર પણ કરવાનું કેટલાક ધર્માે સૂચવે છે. ગમે તેમ કરીને પણ ઈશ્વર પ્રત્યેની નિષ્ઠાપૂર્વક જીવન જીવવાનો જ ઉદૃેશ છે. પ્રોટેસ્ટન્ટ અને ઈસ્લામ જેવા ધર્માે ભારપૂર્વક મૂર્તિપૂજાને વગોવે છે. પરંતુ એ વાત ભૂલવી ન જોઈએ કે મૂર્તિપૂજામાં ભાવનાત્મક આદર્શ જ મૂર્તિ જેવી બાહ્ય સાધનના માધ્યમથી પૂજાતો હોય છે, કંઈ એ મૂર્તિનું પૂજન નથી જ.

બધા ધર્માે પોતાના અવતારો કે પયગમ્બરો, સંતો કે ઓલિયાઓ, આદરપૂર્વક ઉપાસના કરવાની ભલામણ કરે છે. તેમજ પોતાના અનુયાયીઓને એવાં પવિત્ર તીર્થ સ્થાનોની યાત્રામાં જોડે છે અને અનુયાયીઓને કલ્યાણ માટે વ્રત તપ આદિની ભલામણ પણ કરે છે. એટલે આ બધી બાબતો વિશ્વના બધા જ ધર્માેમાં સમાન જ છે. એ નોંધવા યોગ્ય છે કે વિશ્વના દરેક ધર્મે કોઈક ને કોઈક સવશીલ રહસ્યમય શબ્દ અથવા મંત્રની પણ શોધ કરી છે. અને એના ઈષ્ટફલપ્રદ જાપ કરવાની પણ ભલામણ કરી છે.

બધા જ ધર્માે મનુષ્યના આધ્યાત્મિક વિકાસકાળ દરમિયાન એની ઇચ્છાશક્તિ, બુદ્ધિ અને હૃદયને વિશુદ્ધ બનાવવા માટેનાં સાધનો અને પદ્ધતિઓ બતાવે છે અને સાધકને રસ – રુચિ – વલણ – કક્ષા અનુસાર એ ત્રણમાં વાો ઓછો ભાર મૂકે છે. આમ કરવાથી સાધકના સર્વક્ષેત્રીય વ્યક્તિત્વની સ્પષ્ટતર અભિવ્યક્તિ થાય છે. જેમ શિક્ષણનો અર્થ સૂતેલી શક્તિઓને બહાર લાવવાનો થાય છે. તેવી જ રીતે ધાર્મિક પરિશીલન પણ ખરા શિક્ષણની પુરવણી જ છે. સાચું ધાર્મિક શિક્ષણ જ ‘પ્રશિક્ષણ’ છે.

દરેક ધર્મમાં માનસિક શક્તિઓની ખિલવણી અને સાથે એની વિશુદ્ધિ માટે સુવિધા આપવામાં આવી છે. આ સુવિધાની માત્રા ધર્મે ધર્મે જુદી જુદી છે. જે ધર્મમાં ત્રણ પૈકી ઇચ્છાશક્તિ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે તે ધર્માે વધારે કર્મઠ બને છે; કર્મયોગનું અનુસરણ કરે છે અને જ્યાં બુદ્ધિ ઉપર મૂકવામાં આવ્યો છે, ત્યાં તે ધર્માનુચારીઓ જ્ઞાનમાર્ગી બને છે, તવજ્ઞાનનું પરિશીલન કરે છે. અને જ્યાં ભાવનાઓ પર વધારે ભાર મૂકવામાં આવે છે, ત્યાં ભક્તિની પ્રધાનતા આવે છે. એના અનુયાયીઓ ભક્તિમાર્ગી થાય છે. (ક્રમશઃ)

 

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.