પદ્મલોચન મોટો જ્ઞાની હતો, છતાં હું ‘મા’ ‘મા’ કરતો તોય મારા પ્રત્યે ખૂબ માન રાખતો. તે હતો બર્દવાનના રાજાનો સભાપંડિત. કોલકાતામાં આવ્યો હતો. આવીને કામારહાટિની પાસે એક બગીચામાં ઊતર્યાે હતો. મને એ પંડિતને મળવાની ઇચ્છા થઈ. તેને અભિમાન છે કે નહિ તે જાણવા હૃદયને મોકલ્યો. સાંભળ્યું કે તેનામાં પંડિતાઈનું અભિમાન નથી. પછી મારી સાથે તેની મુલાકાત થઈ. એવો જ્ઞાની અને પંડિત, તોય મારે મોઢે રામપ્રસાદનું ગીત સાંભળીને રડી પડ્યો! વાતચીત કરીને એવું સુખ ક્યાંય મળ્યું નથી.

મને કહે, ‘ભક્તનો સંગ કરું’ એ કામનાનો ત્યાગ કરો, નહિતર તરેહતરેહના માણસો આવીને તમને પતિત કરશે. વળી મને કહે છે કે તમે જરા સાંભળો. એક સભામાં વાદ થયો હતો ઃ શિવ મોટા કે બ્રહ્મા.

આખરે બ્રાહ્મણ પંડિતોએ પદ્મલોચનનો અભિપ્રાય પૂછ્યો. પદ્મલોચન સાવ સરલ. તેણે કહ્યાું કે મારા બાપ-દાદાની સાત પેઢીમાંથી કોઈએ શિવનેય જોયા નથી કે બ્રહ્માનેય જોયા નથી. મારા કામ-કાંચન-ત્યાગ વિષે સાંભળીને મને એક દિવસ કહે કે એ બધું ત્યાગ કરો છો શા માટે? આ રૂપિયા, આ માટી એવી ભેદ-ભાવના તો અજ્ઞાનથી થાય. હું એને શો જવાબ દઉં? મેં કહ્યાું કે કોણ જાણે બાપુ, પણ મને પૈસા-ટકા અને એ બધું ગમતું નથી.

– શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાઓ – પૃ.૧૪૬

Total Views: 397

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.