ઈશ્વરને સર્વત્ર જોવો અને સર્વમાં જોવો, અને ત્યારે જ હું જગતનો ખરો આનંદ લઈ શકું, એ વાત મેં મારા બાળપણથી સાંભળી છે; પણ જેવો હું દુનિયામાં ભળું છું અને દુનિયા તરફથી થોડા ધક્કાધુંબા અનુભવું છું કે તરત એ વિચાર અશ્ય થાય છે. દરેક માણસમાં ઈશ્વર છે તેવો વિચાર રાખીને હું રસ્તે ચાલું છું; એક બળવાન માણસ આવીને મને ધક્કો મારે છે અને હું ફૂટપાથ ઉપર ચાોપાટ પડી જાઉં છું; પછી હું મુક્કો વાળી જલ્દીથી ઊભો થઈ જાઉં છું; મારા મગજમાં લોહી ધસી આવે છે, અને વિવેક ચાલ્યો જાય છે; તરત જ હું પાગલ બની જાઉં છું, બધું જ ભુલાઈ જાય છે, ઈશ્વરને બદલે હું તેનામાં સેતાનને દેખું છું. આપણે જન્મ્યા ત્યારથી જ સઘળે ઈશ્વર જોવાનું આપણને કહેવામાં આવ્યું છે. દરેક ધર્મ ઉપદેશ આપે છે, કે સર્વમાં અને સર્વ સ્થળે ઈશ્વરને જુઓ. બાઈબલમાં કન્ાઈસ્ટ એમ કહે છે તે શું તમે નથી જાણતા? આપણને સહુને આ ઉપદેશ કરવામાં આવ્યો છે. પણ જ્યારે વ્યવહારુ બાજુએ આવીએ છીએ, ત્યારે જ મુશ્કેલી ઊભી થાય છે. ઈસપનીતિની વાર્તા તમને યાદ હશે. એક સાબર સરોવરમાં પોતાના પ્રતિબિંબને જોઈને પોતાના બચ્ચાને કહે છેઃ ‘જો હું કેવું શક્તિશાળી છું? મારુ્રં ભવ્ય મસ્તક જો, મારા અવયવો જો; તે કેવા મજબૂત અને સ્નાયુબદ્ધ છે? હું કેટલી બધી ઝડપથી દોડી શકું છું?’ દરમિયાન દૂર કૂતરાંના ભસવાનો અવાજ તે સાંભળે છે, અને તરત નાસે છે. કેટલાક માઈલો દોડ્યા પછી તે હાંફતું પાછું આવે છે. બચ્ચું પૂછે છેઃ ‘તેં મને હમણાં જ કહ્યાું હતું કે તું આટલી બધી મજબૂત છે, છતાં પણ કૂતરા ભસ્યા ત્યારે કેમ દોડી જવું પડ્યું?’ હા, બેટા! પણ જ્યારે કૂતરાં ભસે છે ત્યારે મારી બધી જ આત્મશ્રદ્ધા ચાલી જાય છે.’ આપણું પણ આવું જ છે. આપણે માણસ તરીકે આપણી જાત વિશે ઊંચા ખ્યાલ બાંધીએ છીએ; આપણી જાતને મજબૂત અને બહાદુર લેખીએ છીએ; આપણે ભવ્ય નિશ્ચયો કરીએ છીએે પણ જ્યારે કસોટી અને પ્રલોભનનાં ‘કૂતરાં’ ભસે છે, ત્યારે પેલી વાર્તાના સાબર જેવા બની જઈએ છીએ. જો આમ જ હોય તો પછી આ બધી બાબતોના ઉપદેશોનો શો ઉપયોગ? તેનો શ્રેષ્ઠ ઉપયોગ આ છે કે અંતે ખંતનો વિજય થશે. કશું એક દિવસમાં સાધ્ય થઈ શકતું નથી.

આત્મા વા અરે શ્રોતવ્યો મન્તવ્યો નિદિધ્યાસિતવ્યઃ। ‘આત્મા વિશે પ્રથમ શ્રવણ કરવાનું છે, પછી તેના પર મનન કરવાનું છે અને પછી તેનું ધ્યાન ધરવાનું છે.’ દરેક માણસ આકાશને જોઈ શકે છે; પૃથ્વી પર પેટે ચાલતો કીડો પણ નીલ આકાશને જોઈ શકે છે! પણ તે કેટલું દૂર છે! આપણા આદર્શનું પણ તેવું જ છે. તે જરૂર ઘણો જ દૂર છે; પણ સાથોસાથ આપણે એ પણ જાણીએ છીએ કે આદર્શ હોવો તો જોઈએ જ. અરે, આપણે આદર્શ તો ઊંચામાં ઊંચો રાખવો જોઈએ. કમભાગ્યે આ જીવનમાં ઘણા મોટા ભાગના મનુષ્યો કોઈ પણ આદર્શ વિના અંધકારમાં ફાંફાં મારે છે. આદર્શવાળો માનવી કદાચ હજારો ભૂલો કરતો હશે, તો મારી ખાતરી એ છે કે આદર્શ વિહોણો માનવી તો પચાસ હજાર ભૂલો કરતો હશે. માટે આદર્શ રાખવો વધુ સારું છે. એટલું જ નહિ પણ, જ્યાં સુધી આ આદર્શ આપણા હૃદયમાં, આપણા મગજમાં, આપણી નસોમાં ન પ્રવેશે, જ્યાં સુધી આપણા લોહીના પ્રત્યેક બિન્દુમાં તે ન ઝણઝણે અને શરીરનાં રોમેરોમમાં ન પ્રસરે, ત્યાં સુધી તે આદર્શ વિશે બને તેટલું સાંભળવું અને તેનું મનન કરવું જોઈએ. ‘હૃદય ભાવનાથી ભરપૂર થાય ત્યારે જ મુખમાંથી વાણી નીકળે,’ અને હૃદય ભાવનાથી ભરપૂર થાય ત્યારે જ હાથ પણ કામ કરે.

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા – સંચયન’માંથી)

Total Views: 130
By Published On: May 1, 2012Categories: Vivekananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram