प्रातः स्मरामि भवभीतिहरं सुरेशं गङ्गाधरं वृषभवाहनमम्बिकेशम्।
खट्वाङ्गशूलवरदाभयहस्तमीशं संसाररोगहरमौषधमद्वितीयम् ।।
સંસારના ભયનો નાશ કરનાર, દેવોના સ્વામી, ગંગાને ધારણ કરનાર, વૃષભ રૂપી વાહનવાળા, અંબિકાના સ્વામી, ખટ્વાંગ, ત્રિશૂલ, વરદાન અને અભયની મુદ્રાયુક્ત હાથવાળા, સંસારના રોગને હરવામાં અજોડ ઔષધસમા ભગવાન શિવનું પ્રાતઃ સમયે હું સ્મરણ કરું છું.
प्रातर्नमामि गिरिशं गिरिजार्धदेहं सर्गस्थितिप्रलयकारणमादिदेवम्।
विश्वेश्वरं विजितविश्वमनोऽभिरामं संसाररोगहरमौषधमद्वितीयम् ।।
પાર્વતી રૂપી અર્ધદેહવાળા સંસારની ઉત્પત્તિ-સ્થિતિ-લયનું કારણ, આદિદેવ, વિશ્વવિજયી અને મનોહર, સંસારના રોગને હરવામાં અજોડ ઔષધસમા ભગવાન શિવનું પ્રાતઃ સમયે હું સ્મરણ કરું છું..
(‘શ્રીશિવસ્ય પ્રાતઃ સ્મરણમ્’, શ્લોક ૧-૨)
Your Content Goes Here