શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વાર્ષિક મહોત્સવના ઉપલક્ષ્યમાં ૨૪ એપ્રિલથી ૮ મે સુધી આશ્રમના પટાંગણમાં તેમજ રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનાં અહીં આપેલાં વિવિધ કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર ભાવધારાના પ્રચાર પ્રસારના કાર્યક્રમો યોજાયા હતા.
· ૨૪ એપ્રિલથી ૮ મે સુધી વિવિધ સ્થાનોએ વ્યાખ્યાનમાળાનું આયોજન થયું હતું. જેમાં વ્યાખ્યાનો, ભજનો અને અંતમાં પ્રશ્નોત્તરીના કાર્યક્રમો થયા હતા.
· ૨૪ એપ્રિલ મંગળવારે સાંજના ૭ થી ૧૦ સુધી શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર સુરતમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકજનોને રામકૃષ્ણ મઠ, પૂણેના શ્રીમત્ સ્વામી સુવિજ્ઞેયાનંદજી; રામકૃષ્ણ મઠ, બેંગલુરુના શ્રીમત્ સ્વામી સ્વાત્મારામાનંદજી તેમજ રાજકોટ આશ્રમના સ્વામી મંત્રેશાનંદે સંબોધ્યા હતા. ઉપસ્થિત લોકોને આજના યુગમાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ અને શ્રી શ્રીમા શારદાદેવીના જીવન સંદેશની પ્રાસંગિકતાની વાતો ઘટના પ્રસંગો સાથે ભાવિકો સમક્ષ રજૂ કરી હતી.
· ૨૫ એપ્રિલ બુધવારે સાંજના ૭ થી ૧૦ સુધી શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, ધરમપુરમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકજનોને રામકૃષ્ણ મઠ, પૂણેના શ્રીમત્ સ્વામી સુવિજ્ઞેયાનંદજી; રામકૃષ્ણ મઠ, બેંગાલુરુના શ્રીમત્ સ્વામી સ્વાત્મારામાનંદજી તેમજ રાજકોટ આશ્રમના સ્વામી મંત્રેશાનંદે સંબોધ્યા હતા.
· ૨૬ એપ્રિલ ગુરુવારે સાંજના ૭ થી ૧૦ સુધી શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, આણંદમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકજનોને શ્રીમત્ સ્વામી સુવિજ્ઞેયાનંદજી; શ્રીમત્ સ્વામી સ્વાત્મારામાનંદજી તેમજ રાજકોટ આશ્રમના સ્વામી મંત્રેશાનંદે સંબોધ્યા હતા.
૨૮મી એપ્રિલ, શનિવારે સાંજના ૭ થી ૧૦ સુધી શ્રીરામકૃષ્ણ સેવાસમિતિ, ધાણેટીમાં વ્યાખ્યાનો અને ભજનોનું આયોજન થયું હતું. જેમાં જૂના શિવમંદિર અને નવા શ્રીરામકૃષ્ણ મંદિરમાં બંને સ્થળોએ કાર્યક્રમો થયા હતા.
૨૯મી એપ્રિલ, રવિવારે સવારના ૯ થી ૧૨ સુધી શ્રીરામકૃષ્ણ યુવા મંડળ ભૂજમાં વ્યાખ્યાનો અને ભજનોનું આયોજન થયું હતું. વળી આધ્યાત્મિક શિબિર પણ યોજવામાં આવી હતી.
૨૯મી એપ્રિલ, રવિવારે સાંજના ૭ થી ૧૦ સુધી શ્રીરામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુરમાં વ્યાખ્યાનો અને ભજનોનું આયોજન થયું હતું.
૩૦મી એપ્રિલ, સોમવારે સાંજના ૭ થી ૧૦ સુધી શ્રીરામકૃષ્ણ સેવા કેન્દ્ર, અંજારમાં વ્યાખ્યાનો અને ભજનોનું આયોજન થયું હતું.
૧લી મે, મંગળવારે સાંજના ૭ થી ૧૦ સુધી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેંટર, ટ્રસ્ટ જામનગરમાં વ્યાખ્યાનો અને ભજનોનું આયોજન થયું હતું.
૨જી મે, બુધવારે સાંજના ૭ થી ૧૦ સુધી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેવા કેન્દ્ર, ટ્રસ્ટ જૂનાગઢમાં વ્યાખ્યાનો અને ભજનોનું આયોજન થયું હતું.
૩જી મે, ગુરુવારે સાંજના ૭ થી ૧૦ સુધી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેવાસમિતિ, ઉપલેટામાં વ્યાખ્યાનો અને ભજનોનું આયોજન થયું હતું.
૭મી મે, સોમવાર સાંજના ૭ થી ૧૦ સુધી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, ગાંધીનગરમાં વ્યાખ્યાનો અને ભજનોનું આયોજન થયું હતું.
૮મી મે, મંગળવારે સાંજના ૭ થી ૧૦ સુધી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેંટર, અમદાવાદમાં વ્યાખ્યાનો અને ભજનોનું આયોજન થયું હતું.
પ્રત્યેક સ્થાને સ્વામી સ્વાત્મારામાનંદજીનાં સુમધુર અને ભક્તિપૂર્ણ ભજનોથી ઉપસ્થિત ભક્તવૃંદ અધ્યાત્મભાવથી પ્લાવિત થયું હતું. વળી સ્વામી સુવિજ્ઞેયાનંદજીએ અંતમાં સર્વ સ્થાનોએ પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં પ્રશ્નોના સુયોગ્ય જવાબો આપ્યા હતા. જેથી શ્રોતાગણ અતિ લાભાન્વિત થયો હતો.
· શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેકહોલમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોને ૪ મે શુક્રવારે સાંજના ૭ઃ૪૫ વાગ્યે યોજાયેલ જાહેરસભામાં શ્રીમત્ સ્વામી સુવિજ્ઞેયાનંદજી; સ્વામી સ્વાત્મારામાનંદજી, રામકૃષ્ણ મિશન લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી, અને ગાંધીનગરનાં પ્રો. જ્યોતિબહેન થાનકીએ ‘સ્વામી વિવેકાનંદનું જીવન અને સંદેશ’ વિશે પોતાનાં પ્રવચન આપ્યાં હતાં. રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદે સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
· શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેકહોલમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોને ૫ મે શનિવારે સાંજના ૭ઃ૪૫ વાગ્યે યોજાયેલ જાહેરસભામાં સ્વામી સુવિજ્ઞેયાનંદજી; સ્વામી સ્વાત્મારામાનંદજી, સ્વામી આદિભવાનંદજી, અને પ્રો. જ્યોતિબહેન થાનકીએ ‘શ્રીમા શારદાદેવીનું જીવન અને સંદેશ’ વિશે પોતાનાં પ્રવચન આપ્યાં હતાં. રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદે સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
· શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેકહોલમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોને ૬ મે રવિવારે સવારે ૮ થી ૧૨ઃ૩૦ વાગ્યે યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં સ્વામી સુવિજ્ઞેયાનંદજી; સ્વામી સ્વાત્મારામાનંદજી, સ્વામી આદિભવાનંદજી, અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદ અને અન્ય સંન્યાસીઓએ શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો અને ઉપદેશનાં ઉદાહરણો સાથે ભક્તજનોએ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે કેમ આગળ વધવું તેનું માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે ભક્તજનોના પ્રશ્નોના ઉત્તર અને ભક્તોના પ્રતિભાવો આધ્યાત્મિક શિબિરનું આકર્ષણ બની ગયાં હતાં. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને ભજનથી થયો હતો. ભક્તોએ ભજન સંગીતનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમના અંતે ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
તે જ દિવસે સાંજે ૭ઃ૪૫ વાગ્યે વિવેકહોલમાં યોજાયેલ જાહેરસભામાં ‘શ્રીરામકૃષ્ણદેવનું જીવન અને સંદેશ’ વિશે શ્રીમત્ સ્વામી સુવિજ્ઞેયાનંદજી; શ્રીમત્ સ્વામી સ્વાત્મારામાનંદજી, રામકૃષ્ણ મિશન લીંબડીના સચિવ શ્રીમત્ સ્વામી આદિભવાનંદજી, અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદે પોતાનાંં પ્રવચન આપ્યાં હતાં.
Your Content Goes Here