कथं तरेयं भवसिन्धुमेतं का वा गतिर्मे कतमोऽस्त्युपायः ।
जाने न किंचित्कृपयाऽव मां प्रभो संसारदुःखक्षतिमातनुष्व ।।
શિષ્યઃ હું આ સંસારરૂપી સમુદ્ર કેવી રીતે તરું? મારી શી ગતિ છે? સંસારસાગર તરવા કયો ઉપાય છે, એ હું જાણતો નથી. હે ગુરુદેવ, કૃપા કરીને મને બચાવો અને મારા સંસારરૂપી દુઃખનો નાશ કરો.
मा भैष्ट विद्वंस्तव नास्त्यपायः संसारसिन्धोस्तरणेऽस्त्युपायः।
येनैव याता यतयोऽस्य पारं तमेव मार्गं तव निदिर्शामि ।।
श्रद्धाभक्तिध्यानयोगान्मुमुक्षोर्मुक्तेर्हेतून्वक्ति साक्षाच्छ्रुतेर्गीः ।
यो वा एतेष्वेव तिष्ठत्यमुष्य मोक्षोऽविद्याकल्पिताद्देहबन्धात् ।।
ગુરુઃ હે વિદ્વાન, તું ડર નહીં, તારો નાશ નહીં થાય; સંસારસાગર તરવાનો ઉપાય છે, જે માર્ગે યોગીઓ આ સાગરને પાર પામ્યા છે એ જ માર્ગ હું તને બતાવું છું.
શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ આ ચાર મુમુક્ષુની મુક્તિનો ઉપાય છે, એમ વેદની વાણી કહે છે. જે આ ઉપાયોને વળગી રહે છે તેનો અજ્ઞાનથી અને કલ્પિત દેહબંધનથી છૂટકારો થાય છે.
(વિવેકચૂડામણિ, ૪૦-૪૩-૪૬)
Your Content Goes Here