કરજમાં ડૂબી ગયેલા એક માણસે, પોતાના દેણામાંથી છટકવા માટે ગાંડા હોવાનો ઢોંગ કર્યાે. વૈદો એનો રોગ મટાડી શક્યા નહીં અને, એના દરદની જેમ વધારે સારવાર અપાય તેમ એની ઘેલછા વધતી જાય.
અંતે એક શાણા વૈદે સત્ય શોધી કાઢ્યું; ગાંડા હોવાનો ઢોંગ કરતા પેલા માણસને જરા બાજુમાં લઈ જઈ એને તેણે ઠપકો આપ્યોઃ ‘ભલા માણસ! આ તું શું કરે છે? જો જે ગાંડા હોવાનો ઢોંગ કરવામાં તું સાચે જ ગાંડો ન થઈ જા. ઘેલછાનાં કેટલાંક ચિહ્નો તો તારામાં પ્રગટ થઈ જ ગયાં છે.’

આ શાણી સલાહે પેલાને એની મૂર્ખામીમાંથી જગાડ્યો અને એણે ગાંડાનો પાઠ ભજવવાનું છોડી દીધું.
એક પાઠ સતત ભજવીને, માણસ ખરે જ તેવો જ થઈ જાય છે.

– શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાઓ – પૃ.૬૯

Total Views: 364
By Published On: July 1, 2012Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram