जयति तेऽधिकं जन्मना व्रजः श्रयत इन्दिरा शश्वदत्र हि ।
दयित दृश्यतां दिक्षु तावकास्त्वयि धृतासवस्त्वां विचिन्वेते ।। (10.31.1)

ગોપીઓ કહે છે – હે પ્રાણપ્રિય કૃષ્ણ ! તમે અહીં જન્મ્યા છો, તેથી આ વ્રજધામ સમસ્ત પુણ્યભૂમિમાં સર્વશ્રેષ્ઠ છે અને સર્વ સંપાિની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી સ્વયં અહીં વિરાજે છે. વ્રજમાં બધાં જ સુખી છે. પરંતુ કેવું દુર્ભાગ્ય ! તમારા માટે જેમણે જીવન ધારણ કર્યું છે, તે ગોપીઓ આ રાત્રિમાં વન-વનમાં તમારી શોધ કરતાં મરણાધિક દુઃખ-યંત્રણા ભોગવે છે. તેથી હે દયાળુ, અમારી પ્રાર્થના સાંભળો – દયા કરીને દર્શન આપો.

नखलु गोपिकानन्दनो भवानखिलदे हिनामन्तरात्मदृक् ।
विखनसाथिर्तो विश्वगुप्तये सखउदे यिवान् सात्वतां कुले ।। (10.31.4)

હે સખા ! અમે સમજી ગયાં છીએ કે તમે યશોદાના પુત્ર નથી, તમે તો સર્વપ્રાણીના બુદ્ધિસાક્ષી છો. બ્રહ્માએ વિશ્વના પાલન માટે તમારી આરાધના કરી હતી; તમે સર્વના અંતરાત્મા થઈને યદુકુળમાં જન્મ્યા છો. વિશ્વપાલન માટે જ તમારું અવતરણ છે. તેથી બધાંનાં મંગલ માટે તમે અવતર્યા છો, તેથી તમારા જ ભક્તોની ઉપેક્ષા કરવી તમારા માટે યોગ્ય ન કહેવાય.

तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम् ।
श्रवणमंङ्गलं श्रीमदाततं मुवि गृणन्ति ते भूरिदा जनाः ।। (10.31.9)

તમારી કથારૂપી અમૃત સંસારના તાપ-દગ્ધ જીવોમાં પ્રાણનો સંચાર કરે છે. તમારી કથા પાપનાશક છે. તમારી કથાના શ્રવણ માત્રથી જીવનું કલ્યાણ થાય છે. તેથી બ્રહ્માદિ તત્ત્વજ્ઞાનીઓ તમારી કથાને જ સર્વાેત્કૃષ્ટ માને છે. પૃથ્વી પર જેઓ તમારી કથા-કીર્તન કરે તેઓએ પૂર્વજન્મમાં ચોક્કસ દાનપુણ્ય કર્યું હશે, તેના સુફળથી તેમને કથા-કીર્તનની ઇચ્છા થાય છે.

(શ્રીમદ્ ભાગવતમાંથી)

Total Views: 451

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.